નોરા ફતેહી અને સંજય દત્તના ગીતે તમામ હદ પાર કરી, અશ્લીલતા ફેલાવવાનો આરોપ, દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ

નોરા ફતેહી અને સંજય દત્તના ગીતે તમામ હદ પાર કરી, અશ્લીલતા ફેલાવવાનો આરોપ, દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

દર્શકોને શરૂઆતમાં તો આ ગીત નોર્મલ લાગ્યું, પણ જેમ જેમ ગીતના બોલ આગળ વધતા જાય છે, ડાયરેક્ટ અશ્લીલ થઈ જાય છે. આ ગીતમાં ક્યાંય પણ ડબલ મીનિંગ નથી, પણ ડાયરેક્ટ શબ્દોનો જ ઉપયોગ કર્યો છે.

News18
News18

નવી દિલ્હી: ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’નું ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ને લઈ વિવાદ વધતો જાય છે. સંજય દત્ત અને નોરા સહિત કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ થઈ રહી છે. આ ગીત પર આ ગીતને લઈને દિલ્હી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે.

લોકો સંજય દત્ત અને નોરા સહિત ગીતકાર રકીબ આલમ અને ફિલ્મના નિર્દેશક પ્રેમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ગીત અશ્લીલતા ફેલાવી રહ્યું છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 30 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

લોકોને લાગી રહ્યું છે અશ્લીલ ગીત

દર્શકોને શરૂઆતમાં તો આ ગીત નોર્મલ લાગ્યું, પણ જેમ જેમ ગીતના બોલ આગળ વધતા જાય છે, ડાયરેક્ટ અશ્લીલ થઈ જાય છે. આ ગીતમાં ક્યાંય પણ ડબલ મીનિંગ નથી, પણ ડાયરેક્ટ શબ્દોનો જ ઉપયોગ કર્યો છે. લોકોનું કહેવું છે કે આવા શબ્દો સાંખી લેવાય નહીં. ગીતમાં નોરા ફતેહીએ પોતાની જબરદસ્ત એનર્જેટિક ડાન્સિંગ સ્ટાઇલથી લોકોને ચોંકાવી દીધા છે. ગીતમાં સંજય દત્ત પણ ખલનાયક જેવા અંદાજમાં દેખાઈ રહ્યો છે. પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેને ભોજપુરી ગીતો કરતાં પણ વધારે વાહિયાત ગણાવી રહ્યા છે.

એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદગીએ ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’ના વિવાદિત ગીત સરકે ચુનરને લઈ દિલ્હી પોલીસની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં એક્ટ્રેસ નોરા ફતેહી અને સંજય દત્ત સહિત ગીતકાર રકીબ આલમ, ફિલ્મના નિર્દેશક પ્રેમ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ગીત અશ્લીલ અને વાંધાજનક છે. તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 294 અને આઇટી એક્ટની સંબંધિત જોગવાઈ અંતર્ગત ફરિયાદ નોંધવાની માગ કરી છે. સાથે જ ફરિયાદમાં એવી પણ માગ કરી છે કે આ ગીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે.

આપને જણાવી દઈએ કે ફિલ્મ ‘કેડી-ધ ડેવિલ’ કન્નડ સિનેમાનો મોટો પ્રોજેક્ટ છે. ફિલ્મને પૅન ઇન્ડિયા લેવલ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં ધ્રુવ સરજા મહત્ત્વની ભૂમિકામાં છે. તો વળી શિલ્પા શેટ્ટી, વી રવિચંદ્રન સહિત કેટલાક કલાકારો પણ દેખાવાના છે. ફિલ્મ 30 એપ્રિલના રોજ રિલીઝ થશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *