નકલી ચેન ગીરવે મૂકીને રોકડી કરતો શખ્સ ઝડપાયો!

નકલી ચેન ગીરવે મૂકીને રોકડી કરતો શખ્સ ઝડપાયો!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે….આ કહેવતને સાર્થક કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો. જો કે જ્વેલર્સ માલિકને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી જગદીશ માળી વટવામાં આવેલ ઝાંઝર જ્વેલર્સમાં નોકરી કરે છે. આ સાથે જ તે બનાવટી ગ્રાહકો ઊભા કરીને ભેળસેળવાળા સોનાના ચેન ગીરવે મૂકાવતો અને રૂપિયા મેળવતો હતો. બાદમાં તે વ્યાજની ચૂકવણી કરતો નહીં અને રૂપિયા પરત આપીને ચેન લેવા પણ આવતો નહીં. જો કે સમગ્ર મામલે માલિકને શંકા જતાં તેમણે વધુ એક ચેન ગીરવે મૂકવા આવેલા શખ્સને દબોચીને પોલીસને હવાલે કરતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે ગુનો નોંધીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *