જીવનશૈલી | ધુળેટીનો કલરથી રમવાનો તહેવાર છે, આ ફેસ્ટિવલ મીઠાઈઓ વગર અધૂરો છે પરંતુ ટેસ્ટી મીઠાઈ ખાવાની મજા પડે છે, એમાં પણ સોફ્ટ પોચી રૂ જેવી કેક ખાવા મળી જાય તો બાળકોથી લઇ મોટા બધાને મજા પડે છે. અહીં જાણો મીની કેક રેસીપી
મીની કેકની ખાસ વાત એ છે કે એમાં ખાંડનો ઉપયોગ કર્યો નથી જેથી ડાયાબિટીસ ધરાવતા લોકો અને ડાયટિંગ કરતા લોકો પણ તેનો ભરપૂર આનંદ લઇ શકે છે, આ ઉપરાંત ઓછા સમયમાં ઓછી સામગ્રીમાં બેકરીને પણ ટક્કર મારે તેવો સ્વાદ મળે છે, અહીં જાણો
મીની કેક રેસિપી
સામગ્રી
2 મધ્યમ કદના કેળા
1 વાટકી ખજૂર
2 કપ જેટલું દૂધ
3-4 ચમચી કોફી પાઉડર
2 ચમચી ઓગાળેલું તેલ અથવા બટર
1/2 કપ ઘઉંનો લોટ
1/4 ચમચી બેકિંગ સોડા
1/4 ચમચી બેકિંગ પાવડર
1/4 ચમચી મીઠું
1/4 ચમચી તજ પાવડર
2 ચમચી સમારેલ ડ્રાયફ્રૂટ્સ
1 ચમચી મીની ચોકલેટ ચિપ્સ
પાણી ફૂલકી બનાવવાની પરફેક્ટ રેસીપી, ધુળેટી પર ચટાકેદાર ખાવાની મજા પડશે!
મીની કેક બનાવાની રીત
સૌ પ્રથમ ખજૂરને દૂધમાં 2 કલાક માટે પલાળીને રાખો, પછી તેને મિક્ષરમાં સ્મૂથ પેસ્ટ તૈયાર કરો, હવે કેળાને મેશ કરો અને એમાં આ પેસ્ટ ઉમેરો અને મિક્સ કરો. હવે એમાં થોડું તેલ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઘઉંનો લોટ, કોફી પાઉડર, થોડું મીઠું, તજ પાઉડર, સમારેલ ડ્રાયફ્રૂટ્સ ઉમેરો.
હવે બધું સારી રીતે મિક્ષ કરો અને એમાં ચોકલેટ ચિપ્સ ઉમેરો અને બરાબર મિક્સ કરો, તમે હવે એપ્પે પેનને મધ્યમ તાપ પર ગરમ કરો અને એમાં થોડું તેલ બ્રશ કરો તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને અને ચોકલેટ ચિપ્સ ઉમેરો. હવે ઢાંકીને 7-8 મિનિટ અથવા તૈયાર થાય ત્યાં સુધી કુક કરો, પેનમાંથી વધુ ચોકલેટ કાઢીને સર્વ કરો.
