ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં! પોતાના જ ગામમાં અનેક મતદારોના નામ કમી કરવાનો આરોપ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

તાલાલાના ભાજપ ધારાસભ્ય ભગવાન બારડ ફરી વિવાદમાં આવ્યા છે. તેમના પોતાના ગામ બાદલપરામાં મતદારોના નામ કમી કરાવવાનો આરોપ ગ્રામજનોએ લગાવી તંત્રને આવેદન આપ્યું છે.

News18
News18

ગીર સોમનાથ: તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. કારણ કે હાલ ફરી એકવાર તાલાલા ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ વિવાદમાં આવ્યા છે. હવે ધારાસભ્ય ભગવાન બારડ સામે મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ બીજા કોઈ નહીં પરંતુ તેમના ગામના લોકો દ્વારા જ કરવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં અનેક મતદારોના નામ કમી કરવા તે ફોર્મ 7 ભરવામાં આવ્યા છે. આ ફોર્મ ધારાસભ્યના કહેવાથી ભરવામાં આવ્યા હોય તેવો ગામ લોકોનો આરોપ લગાવ્યો છે. બાદલપરાના લોકો આક્ષેપ કરે છે કે, તેઓ પોતાના ગામ એવા બાદલપુરા ગામમાં પેઢીઓથી વસવાટ કરે છે. પરંતુ ભાજપના તાલાલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડના પીએ અને ભત્રીજા ભીખુ બારડે નામ કમી કરાવ્યા છે.

ફોર્મ 7 ભરાવવામાં આચર્યાની વાત એ છે કે, બાદલપરા મતદારોના નામ કમી કરવા માટે બાજુના અજોઠા ગામના એક જ યુવાને બધા જ ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરનાર દેવસી રાણા રામ નામનો યુવાન ભગવાન બારડના માધવ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે છે. ગામ લોકોએ જ્યારે આ યુવાન સાથે વાત કરી ત્યારે તેને કહ્યું હતું કે ધારાસભ્યના પીએ એ મારી પાસેથી આધારકાર્ડ અને પુરાવા લીધા હતા.

આ બાબત પરથી ગામ લોકોના આરોપમાં તથ્ય જોવા મળી રહ્યું છે. ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે કે જેની જોઈને ધારાસભ્યના ભગવાન બારડના માણસો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. અત્યારે ઉલ્લેખનીય છે કે ભગવાન બારડ અને વિવાદ એકબીજાના પર્યાય છે.

અગાઉ લોકસભા ચૂંટણી વખતે બુલડોઝર કાંડમાં પણ તેમના પર આરોપ લાગ્યા હતા. સોમનાથ મેળા વખતે પણ અધિકારીઓ સાથે વિવાદમાં આવ્યા હતા. આમ હવે વધુ એક વખત ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ વિવાદમાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે સ્થાનિક ગ્રામજનોએ તંત્રને આવેદન પત્ર આપીને વાકેફ કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *