દ્વારકા: ભાઈએ જ કરી કૌટુંબિક ભાઈની હત્યા, ભાભી સાથેના પ્રેમ સંબંધમાં આવ્યો કરૂણ અંજામ

દ્વારકા: ભાઈએ જ કરી કૌટુંબિક ભાઈની હત્યા, ભાભી સાથેના પ્રેમ સંબંધમાં આવ્યો કરૂણ અંજામ

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

છેલ્લા એકાદ વર્ષથી ચંદ્રસિંહના પત્ની સાથે મારા ભાઈને પ્રેમ સંબંધ બંધાયાની મને જાણ થતા મે મારા નાના ભાઈને સમજાવીને ઠપકો પણ આપ્યો હતો. 

મૃતકની ફાઈલ તસવીરમૃતકની ફાઈલ તસવીર
મૃતકની ફાઈલ તસવીર

દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામ ખાતે કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક ભાભી સાથે પ્રેમ સંબંધ ધરાવનારા કૌટુંબિક ભાઈની હત્યા કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 30 વર્ષીય વિરમદે સિંહ જાડેજા નામના વ્યક્તિની હત્યા બોથડ પદાર્થ વડે ઘા ઝીંકીને બુધવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામ ખાતે ચંદ્રસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મરણ જનાર વીરમદે સિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જે બાબતની ખબર ચંદ્રસિંહ જાડેજાને પડી જતા તેણે વિરમદે સિંહ જાડેજાને પોતાની વાડી ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ વડે ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર વિરમદે સિંહ જાડેજા ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી અને મરણ જનાર બંને કૌટુંબિક પિતરાઈ ભાઈઓ થતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અજાણી મહિલાઓએ કર્યો એવો કાંડ કે વૃદ્ધ છેતરાય ગયો

સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1) મુજબ મરણ જનારના મોટાભાઈ 34 વર્ષીય સંજયસિંહ જાડેજા દ્વારા ચંદ્રસિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચંદ્રસિંહ તેમજ મારો ભાઈ વિરમદે સિંહ જાડેજા ઘણો વખત સાથે રહેતા હતા. તેમજ મારા ભાઈ તેના ઘરે પણ આવતો જતો રહેતો હતો. છેલ્લા એકાદ વર્ષથી ચંદ્રસિંહના પત્ની સાથે મારા ભાઈને પ્રેમ સંબંધ બંધાયાની મને જાણ થતા મે મારા નાના ભાઈને સમજાવીને ઠપકો પણ આપ્યો હતો.

બુધવારના રોજ સાંજના છ વાગ્યા આસપાસ મારા કૌટુંબિક ભાઈ અજીતસિંહ જાડેજાનો મને ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, આપણે ચંદ્રસિંહ જાડેજાની વાડીએ ઇમર્જન્સીમાં જવાનું છે. તમારો ભાઈ વિરમદે સિંહ ચંદ્રસિંહ વાડીએ પડેલ છે તેવું મને જાણવા મળ્યું હતું. તાત્કાલિક અસરથી ચંદ્રસિંહની વાડીએ પહોંચતા કોઈ વ્યક્તિ ગોદડું ઓઢાડેલ હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ગોદડું ઊચું કરતા મારો ભાઈ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. વાડી ખાતે કામ કરનાર મજૂર લખનભાઈને પૂછતા એમને કહ્યું હતું કે, મને તમારા ભાઈ વિશે ખયાલ નથી. તેમજ વાડી ખાતે ચંદ્રસિંહ પણ જોવા નહોતો મળ્યો. તેને ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *