દ્વારકામાં વહેલી સવારે 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દ્વારકાધીશ મંદિરના પગથિયા પર પાણી ખળખળ વહેવા લાગ્યું હતો. જેનો અદભુત નજારો દ્રશ્યોમાં જોઈ શકાય છે. સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને આ દ્રશ્યો જોઈને મોજ પડી ગઈ હતી. ભગવાનના દર્શન પણ થયા અને વરસાદથી સર્જાયેલા અદભુત નજારાનો આનંદ પણ મળ્યો હતો. પગથિયા પર વહેતા પાણી વચ્ચે બેસીને કેટલાક લોકો ફોટો અને વીડિયો બનાવીને પણ આનંદ લૂંટતા જોવા મળ્યા હતા.
Source link
