સૌરાષ્ટ્ર પર હવે મેઘરાજાએ મહેર વરસાવવાનું શરૂ કર્યું છે. લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે ખેડૂતો પર મેઘરાજા ઓળઘોળ બની ગયા છે. દ્વારકા પંથકમાં કલ્યાણપુર સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે ખેતરમાં ઉભો પાક ફરી લહેરાવા લાગ્યો છે. કલ્યાણપુર તાલુકામાં મંગળવારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાનેલી સહિતના ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. ઉપરાંત ભાટિયા, રાવલ, ટંકારિયામાં પણ સારા વરસાદથી નદી નાળા વહેતા થયા હતા. ચેકડેમોમાં પણ નવા નીરની આવક થઈ હતી. જેના કારણે કૂવા અને બોરવેલના તળ ઉંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ છે.
Source link
