Final Up to date:
ગોમતી નદીના સામે કિનારે ચાર યુવક તેમજ ત્રણ યુવતી નદીના પાણીમાં ડૂબ્યા હતા.
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબ્યા હોવાની ઘટના બની હતી. આ તમામ લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે.
ગોમતી નદીના સામે કિનારે ચાર યુવક તેમજ ત્રણ યુવતી નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ગોમતી નદીમાં સાત યાત્રિકો ડૂબતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જ્યારે નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક ઊંટ સવારના માલિક દ્વારા ડુબતા યાત્રિકોનો બચાવ કરવામાં આવ્યો હતો.
તમામનું રેસ્કયૂ કરાયા બાદ 108 દ્વારા દ્વારકા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવતીનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે, ઉનાળું વેકેશન પૂરું થવાનું છે, ત્યારે દ્વારકા ખાતે યાત્રિકોની ભીડ જોવા મળી રહી છે. આવામાં ગોમતી નદી પાસે નહાવા ગયેલા સાત જેટલા યાત્રિકો ડૂબવા લાગ્યા હતા. જ્યારે ડૂબતા લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
Dwarka,Jamnagar,Gujarat
June 05, 2025 3:39 PM IST

