Final Up to date:
પ્રદીપની માતા સુમને આરોપ લગાવ્યો છે કે તેની પત્ની ન ફક્ત શારીરિક મારપીટ કરી, પણ બંદૂક દેખાડી ધમકી પણ આપી હતી.
અલીગઢ: ઉત્તર પ્રદેશના અલીગઢમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અલીગઢના હામિદપુર ગામમાં એક મહિલા પોતાના પતિની દારૂની આદતથી એટલી કંટાળી ગઈ. રોજ રોજ પતિ સાથે થનારા ઝઘડાથી કંટાળીને પત્નીએ કાયદો હાથમાં લીધો. પહેલા તો મહિલાએ પોતાના પતિને ખાટલા સાથે બાંધી દીધો અને પછી તેને છોડવાની ના પાડી દીધી.
પીડિતની ઓળખ પ્રદીપ તરીકે થઈ છે. પરિવારના લોકોના જણાવ્યા અનુસાર, ઘરમાં થયેલા ઝઘડા બાદ ગુસ્સે થયેલી પત્નીએ તેને ખાટલા સાથે બાંધી દીધો અને પછી ધમકાવ્યો. આ વિવાદે નવો વળાંક ત્યારે લીધો, જ્યારે પતિની માતાએ પોતાની વહુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. માતાએ જણાવ્યું કે તેમની વહુ સોની પાસે દેશી બંદૂક છે. પરિવારના જણાવ્યા અનુસાર, પતિને ધમકાવવા માટે તેણે એ દેશી બંદૂકનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પતિ ખાટલા સાથે બંધાયેલો દેખાય છે.
પ્રદીપની માતા સુમને આરોપ લગાવ્યો છે કે તેની પત્ની ન ફક્ત શારીરિક મારપીટ કરી, પણ બંદૂક દેખાડી ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે પ્રદીપની પત્ની તેને મારે છે, ગાળો આપે છે અને ધમકાવે છે. તેની પાસે પિસ્તોલ પણ છે. મેં પિસ્તોલ શોધવાની ઘણી કોશિશ કરી, પણ તે મળી નહીં. માએ જણાવ્યું કે પ્રદીપ અને સોનીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને શરૂઆતથી જ બંને વચ્ચે બોલાચાલી થતી આવે છે. પણ તેમને લાગ્યું કે ધીમે ધીમે સુધરી જશે. પણ એવું થયું નહીં.
આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં પરિવારના લોકો વહુને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ તે પતિ પ્રદીપને છોડવાની ના પાડે છે. વીડિયોમાં પ્રદીપની મા તેને ખોલવાની વારંવાર કોશિશ કરતા દેખાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઘરમાં દેકારો સાંભળી આજુબાજુના લોકો અને સંબંધીઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને શખ્સને બંધનમાંથી મુક્ત કરવામાં મદદ કરી હતી.

