Final Up to date:
આ ઘટના ચીનની છે. અહીં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી એક મહિલા ઇન્ફ્લુએન્સરની બ્યૂટી ફિલ્ટર લાઇવ સેશન દરમ્યાન અચાનક હટી ગયું.
સોશિયલ મીડિયા પર ચહેરાને સારો બતાવવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવો આજના સમયમાં ખૂબ જ સામાન્ય બની ગયું છે. જ્યાં એક તરફ અમુક લોકો તેને ખાલી એક ફીચરની માફક ઉપયોગ કરે છે, તો વળી અમુક લોકો ફિલ્ટરની મદદથી ખુદની ઓળખ પણ બદલી નાખે છે. ફિલ્ટરના ઉપયોગને લઈને હંમેશા ચર્ચા છંછેડાયેલી રહે છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટથી ભારે હોબાળો થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલી થોડી સેકન્ડ માટે ફિલ્ટર હટી જવાથી એક મહિલાના એક ઝાટકે હજારો ફોલોઅર્સ ઓછા થઈ ગયા.
આ ઘટના ચીનની છે. અહીં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી એક મહિલા ઇન્ફ્લુએન્સરની બ્યૂટી ફિલ્ટર લાઇવ સેશન દરમ્યાન અચાનક હટી ગયું. તેનાથી અમુક સેકન્ડ માટે તેનો અસલી ચહેરો કેમેરામાં દેખાઈ ગયો. આ જોયા બાદ તરત તેના લગભગ 1.4 લાખ ફોલોઅર્સ ઘટી ગયા.
A Chinese language feminine streamer reportedly misplaced 140,000 followers after the sweetness filter she was utilizing abruptly malfunctioned throughout a dwell stream and revealed her actual face 😶 pic.twitter.com/AvlC8fC2JG
— Clown World ™ 🤡 (@ClownWorld) February 16, 2026
વાયરલ ક્લિપમાં ઇન્ફ્લુએન્સર લાઇવ સેશન હોસ્ટ કરતી દેખાઈ રહી છે. આ દરમ્યાન બ્યૂટી ફિલ્ટર અમુક સેકન્ડ માટે બંધ થઈ જાય છે અને તેનો નેચરલ ચહેરો દેખાઈ આવે છે. વીડિયોમાં તેની સામાન્ય ત્વચાની બનાવટ અને થોડી ઝાંખી સ્કિન ટોન દેખાઈ થાય છે. થોડી જ ક્ષણ બાદ ફિલ્ટર ફરીથી ઓન થઈ જાય છે અને ચહેરો ફરી વાર સ્મૂધ મોટી આંખો અને શાર્પ ચહેરાવાળી ડોલ લુકમાં બદલાઈ જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કર્યો છે કે આ ઘટનાની તરત બાદ તેણે લગભગ 1,40,000 ફોલોઅર્સ ખોઈ દીધા. જો કે આ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પણ આ દાવો એક્સ અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ક્લિપને લઈને સોશિયલ મીડિયા પર લોકોની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. અમુક લોકોએ ભારે ફિલ્ટર યુઝની ટીકા કરી છે. એક યુઝરે લખ્યું છે કે ફિલ્ટરને અપરાધ ઘોષિત કરી દેવું જોઈએ.
Feb 19, 2026 11:49 PM IST

