દાંતીવાડા ડેમની પાસે કેનાલમાં પડ્યું મહાકાય ગાબડું

દાંતીવાડા ડેમની પાસે કેનાલમાં પડ્યું મહાકાય ગાબડું

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ. ડેમના ગેટ નજીક આવેલી કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું મોટું ગાબડું પડતાં અફરાતફરી મચી ગઈ હતી. સેકન્ડોની અંદર કેનાલની મજબૂત દીવાલ ધસી પડી અને પાણીનો જોરદાર પ્રવાહ વહેવા લાગ્યો. સ્થિતિ એટલી ગંભીર બની કે કેનાલને વધુ તૂટતી બચાવવા માટે તાત્કાલિક લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવાની ફરજ પડી. ઘટનાને પગલે ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા અને યુદ્ધના ધોરણે ગાબડું પૂરવાની કામગીરી શરૂ કરી. દર વર્ષે મેન્ટેનન્સ અને ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, છતાં મુખ્ય ગેટ પાસે જ આટલું મોટું ગાબડું પડતા તંત્રની પોલ ખુલી ગઈ છે. તો બીજી તરફ સિંચાઈનું પાણી નદીમાં વહી જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *