સાપુતારા ઘાટમાર્ગ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. મહારાષ્ટ્રના નાશિકથી રાજસ્થાનના જોધપુર બોર્ડર તરફ જઈ રહેલી ટ્રકને અકસમાત નડ્યો હતો. આ ટ્રકમાં તોપ ભરીને લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન અકસ્માત થતાં BSFના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયાં હતા. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા જવાનોને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પલટી ગયેલી ટ્રકના દ્રશ્યો કેમેરામાં કેદ થયાં છે.
Source link
