આ બાબત અંગે WADA એ કહ્યું, ‘સિનરનો છેતરપિંડી કરવાનો કોઈ ઈરાદો નહોતો.’ પરંતુ તે પોતાનો પ્રતિબંધ પૂર્ણ કરશે. કારણ કે તે તેની ટીમ દ્વારા કરવામાં આવેલી ભૂલો માટે જવાબદાર છે. તમને જણાવી દઈએ કે સિનરના મતે ફિઝિયોથેરાપિસ્ટની બેદરકારીને કારણે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના હાથ પર એક નાનો ઘા હતો, જેના માટે તબીબી ટીમે સ્પ્રેનો ઉપયોગ કર્યો. આ સ્પ્રેમાં ક્લોસ્ટેબોલ નામનો પદાર્થ હતો, જેના પર WADA દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. (All Photograph Credit score : PTI)
