પ્લાસ્ટિકના દાણા ભરેલા ટ્રેલરમાં ભયાનક આગ લાગતા હાલોલ-વડોદરા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો. પંચમહાલના હાલોલ પાસે આવેલા બાસ્કા નજીક હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ટ્રેલર ભડભડ સળગવા લાગ્યું. ટ્રેલરમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા રસ્તા પર ઢોળાતા આગ હાઈવે પર પણ પ્રસરી ગઈ, જેના કારણે વાહનવ્યવહાર રોકી દેવાની ફરજ પડી. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા. ઘટનાની જાણ થતા જ હાલોલ અને વડોદરાથી ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Source link
