સોજીત્રામાં 25 ગામમાં 1500 હેક્ટર જમીનમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતો પર કોઈની જાણે નજર લાગી ગઈ હોય તેવું લાગે છે. કેમ કે, ખેડૂતો ડાંગર અને ઘઉંની ખેતી કરતા હતા. પરંતુ ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા. પરંતુ આ વર્ષે સોજીત્રા તાલુકાના 25 ગામોમાં 1500 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ટામેટાના પાકનું વાવેતર કર્યું છે, હાલ ટામેટાની ખેતી ખેડૂતો માટે ખોટની ખેતી સાબિત થઈ છે. આ વર્ષે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પાંચથી આઠ હેક્ટર જમીનમાં ખેડૂતોએ પોણા બે લાખથી અઢી લાખ ખર્ચ કર્યો છે. જેની સામે વળતર માત્ર 35 હજાર થી 50 હજાર સુધીનું મળ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓ પાંચ થી સાત રૂપિયામાં કિલોના ભાવે ટામેટાની ખરીદી કરે છે. બજારમાં 70થી 80 રૂપિયામાં વેચી માલામાલ થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ટામેટાના ભાવ નક્કી કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
Source link
