Final Up to date:
100થી વધુ લોકો સાથે છેતરપિંડી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લોભામણી જાહેરાત મૂકીને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ અપાઈ હોવાની જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગર: સોલાર પેનલ કંપની દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. આ પ્રકરણમાં જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે 5 શખસોની ધરપકડ કરી છે. જ્યારે આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ કાના બેડીયાવદ્રા નાસી છૂટ્યો છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વીજ વપરાશને લઈને લોકો વીજ બચત માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોલાર સિસ્ટમની આગ્રહી બની છે. અને લોકોમાં અવેરનેસ આવે તે માટે પ્રોત્સાહન રૂપે સબસિડી તેમજ જાહેરાતો કરવામાં આવી રહી છે. તેવા સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લોભામણી જાહેરાત મૂકીને સસ્તા ભાવે અને સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવાની લાલચ અપાઈ હોવાની જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લાભરમાં 100થી વધુ સોલાર પેનલ લગાવવા માટે આસામીઓની ઇન્ક્વાયરી બાદ તેમને લાલચ દેખાડી લોભામણી જાહેરાતથી સસ્તા દરે સારી ગુણવત્તાની સોલાર પેનલ આપવામાં આવશે તેવું કહીને ઇન્ટીફાઇ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં મંડળી રચી લોકો પાસેથી નાણાં જમા કરાવ્યા હતા.
જામનગરના અંબર ચોકડી નજીકના કોમ્પ્લેક્સમાં કંપનીની ઓફિસ ખોલી લોકોને ત્યાં બોલાવી ફસાવવામાં આવતા હતા. જો કે આરોપીઓએ લાખો રૂપિયા પડાવી લઈ સોલાર પેનલ જ ન આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોલાર પેનલના નામે છેતરપિંડી કરી ઓનલાઈન તેમજ ઇન્ક્વાયરી દ્વારા લોકો પાસેથી નાણાં પડાવનાર શખ્સોને દબોચી લેવાયા છે. જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે આરોપી હિરેન નાથાલાલ લાઠીયા, ચેતન અશોકભાઈ પાણખાણીયા, રાહુલ રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ, અભય જીતેન્દ્રભાઈ પરમાર અને રામજી કમોદસિંઘ લોધીને ઝડપી લીધા છે. આ આરોપીઓના કબજામાંથી 8 પાસબુક, ચેકબુક અને 12 મોબાઈલ તેમજ 2 સીપીયુ પણ કબજે કરાયા છે. આ સમગ્ર પ્રકરણમાં માસ્ટરમાઈન્ડ કાના બૈડીયાવદરાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે.
Jamnagar,Gujarat

