ગ્રીનલેન્ડની છોકરીઓના પહેરવેશની વાત કરીએ તો, તેઓ પરંપરાગત પોશાકમાં રંગીન નેશનલ ઈનુઈટ ડ્રેસ, જેમાં હાથથી કરેલું ગૂંથણ અને મોતીઓનું કામ હોય છે. સામાન્ય દિવસોમાં તે આધુનિક પશ્ચિમી કપડાં પહેરે છે, પણ ખાસ અવસર પર તેઓ પોતાના રંગીન પોશાક પહેરે છે, જેને અમાઉત અથવા કલ્લાલ્લુસુત કહેવાય છે. જે મોતીઓ અને સીલની ચામડીથી બનાવેલા હોય છે. લગ્ન, તહેવાર અને રાષ્ટ્રીય સમારંભમાં તેનો ઉપયોગ કરે છે. આધુનિક પહેરવેશ પણ ગ્રીનલેન્ડની છોકરીઓની જીવનશૈલીનો ભાગ છે. તેમાં જેકેટ, કોટ, જીન્સ, સ્વેટર સામેલ છે. આ પહેરવેશ પર યુરોપિયન ફેશનનો પ્રભાવ દેખાય છે.

