Final Up to date:
90ના દશકની સૌથી ખૂબસુરત એક્ટ્રેસ નીલમ કોઠારીએ ગોવિંદા સાથેના અફેરની વાત પર ચુપ્પી તોડી હતી. જો કે આ વિશે સાચી વાત જાણીને તમને પણ નવાઈ લાગશે.
ગોવિંદા અને નીલમ કોઠારીએ ઇલ્ઝામસ અને લવ જેવી ફિલ્મોમાં ઓન સ્ક્રીન રોમાન્સને કારણે રિયલ જિંદગીમાં તેમના અફેરની અફવાઓએ જોર પકડ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ પોતે જણાવ્યું હતું કે હું નીલમને ચાહતો હતો, પરંતુ નીલમે અનેકવાર આ અટકળોને નકારી કાઢી અને આ વાતને માત્ર ગોસિપ જણાવી હતી. જો કે હવે લેટેસ્ટમાં ઉષા કાકડેના પ્રોડક્શનની સાથે એક પોડકાસ્ટમાં લેટેસ્ટમાં થયેલી વાતચીત દરમિયાન નીલમે 90ના દશકમાં ગોવિંદાની સાથે તેમના લિંક અપ વિશે વાત કરી અને ફરી આ અફવાઓને નકારી દીધી.
ગોવિંદા અને નીલમ કોઠારીના અફેરનું સત્ય
જ્યારે હોસ્ટે એક્ટ્રેસને પતિ સમીર સોની સાથે લગ્ન કર્યા પહેલાં ગોવિંદા સાથે નીલમના પ્રેમની ગોસિપ વિશે પૂછ્યું તો તેમને હેરાન કરી દે એવો જવાબ આપ્યો હતો અને કહ્યું કે, ઓ તેરી આ કોને કહ્યું? ગોવિંદાજી બહુ સારા વ્યક્તિ છે, પરંતુ આ જે સવાલ છે એ સાચો નથી. 90ના દશકની સૌથી ખૂબસુરત એક્ટ્રેસે આગળ કહ્યું કે, ગોવિંદા બહુ સારા માણસ છે અને તેમને અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ આ સાચું નથી. સોરી સોરી, પરંતુ આ બિલકુલ સાચું નથી. અમારી વચ્ચે કંઈ આવું નહોતું.
2024માં હોટરફ્લાઇ સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગોવિંદાએ જણાવ્યું હતું કે તેમને એ જ છાપ્યું જે તેમને સાચું લાગ્યું છે, સાચું કહું તો મને લાગે છે કે એ દિવસોમાં હું પ્રેમથી ડરતો હતો, કારણકે આ કલમની તાકાત હતી અને આ એનો હિસ્સો હતો. પરંતુ તમે 2-3 કરતા વધારે ફિલ્મો કરો છો તો માનવામાં આવે છે કે અફેર છે.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને નીલમ કોઠારીની જોડી એ સમયે સુપરહિટ હતી. એ દિવસોમાં આ જોડીનું નામ પણ ખૂબ ચર્ચાતું હતું. બંનેની રિલેશનશિપ પણ ખૂબ પોપ્યુલર રહી હતી. તેમના અફેરની ખબરો ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. ગોવિંદાએ પોતે એક જૂના ઇન્ટરવ્યૂમાં નીલમ કોઠારી સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
1990માં સ્ટારડસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ નીલમ સાથે મહોબ્બતનો ઇઝહાર કર્યો હતો. ગોવિંદાએ જણાવ્યું હતું હું નીલમ સાથે લગ્ન કરવા ઇચ્છું છું અને આ માટે સુનીતા સાથે સગાઈ તોડી દીધી હતી. વધુમાં ગોવિંદાએ જણાવ્યું કે, હું અને નીલમ બેક ટુ બેક ફિલ્મોમાં સાથે કામ કરી રહ્યાં હતા જેના કારણે અમે ખૂબ નજીક આવી ગયા.
Mumbai,Maharashtra

