Google Pixel 10a Launched in India: ગૂગલે પોતાના Pixel સ્માર્ટફોન લાઇનઅપમાં લેટેસ્ટ અડિશન તરીકે ભારતમાં અને વૈશ્વિક બજારમાં Pixel 10a લોન્ચ કર્યો છે. આ ફોન દેશમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીના ઓનલાઈન સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ હશે અને આવતા મહિને વેચાણ માટે ઉપલબ્ધ થશે.
કંપનીએ નવો Pixel 10a ચાર કલરમાં લોન્ચ કર્યો છે. નવા Google Pixel 10a માં 5,100mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ છે અને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68 રેટિંગ મળે છે. કંપનીએ ફક્ત એક જ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
ગૂગલ Pixel 10a કિંમત
ગૂગલે ભારતમાં Google Pixel 10a નું ફક્ત એક જ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેમાં 8GB RAM અને 256GB સ્ટોરેજ છે. તેની કિંમત 49,999 રુપિયા રાખવામાં આવી છે. પ્રારંભિક ઓફર તરીકે કંપની પસંદગીના HDFC બેંક કાર્ડ્સ પર 3,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબેક, 24 મહિના સુધી નો-કોસ્ટ EMI ઓપ્શન અને 3,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે.
આ ફોન ગુગલ પિક્સેલ અપગ્રેડ પ્રોગ્રામનો પણ એક ભાગ છે. આ નવો સ્માર્ટફોન ભારતમાં રાત્રે 9 વાગ્યે Flipkart અને Google India ઓનલાઈન સ્ટોર પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. ગુગલ પિક્સેલ 10a ભારતમાં 6 માર્ચથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ ફોન બેરી, ફોગ, લવંડર અને ઓબ્સિડીયન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
ગુગલ પિક્સેલ 10a ફિચર્સ
નવો ગુગલ પિક્સેલ 10a એન્ડ્રોઇડ 16 પર ચાલે છે અને કંપની કહે છે કે તેને સાત વર્ષના OS અપગ્રેડ અને સાત વર્ષના સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થશે. Google Pixel 10a માં 6.3-ઇંચ (1,080×2,424 પિક્સેલ્સ) એક્ટુઆ (pOLED) ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120Hz સુધી છે, કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન અને 3000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ છે.
નવા Google Pixel 10a ફોનમાં કંપનીનું પોતાનું Tensor G4 ચિપસેટ છે. સાથે Titan M2 સિક્યુરિટી કોપ્રોસેસર પણ છે. ફોનમાં 8GB RAM અને 256GB ઓનબોર્ડ સ્ટોરેજ પણ છે. ફોનને ધૂળ અને પાણી પ્રતિકાર માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે, એટલે કે તેને પાણીમાં કશું થશે નહીં.
આ પણ વાંચો – મારુતિ બ્રેઝા ફેસલિસ્ટમાં જોવા મળી શકે છે મોટા ફેરફાર, ટર્બો પેટ્રોલ એન્જીનથી લઇને અંડરબોડી સીએનજી કિટ સુધી
ફોટોગ્રાફી માટે, Google Pixel 10a માં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ છે, જેમાં 25mm ફોકલ લેન્થ, 1/2.0-ઇંચ સેન્સર અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 48-મેગાપિક્સલ (f/1.7)નો પ્રાયમરી કેમેરા છે, સાથે 120-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ વાળો 13-મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ કેમેરા અને 1/3.1-ઇંચ સેન્સર છે. Pixel 10a માં સેલ્ફી અને વિડીયો કોલ માટે 13-મેગાપિક્સલ (f/2.2) ફ્રન્ટ કેમેરા પણ છે.
Google Pixel 10a માં 5,100mAh બેટરી છે જે 30W વાયર્ડ અને 10W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5G, 4G LTE, Wi-Fi 6e, બ્લૂટૂથ 6, NFC, USB Sort-C પોર્ટ, અને GPS, GLONASS, Galileo, BeiDou અને QZSSનો સમાવેશ થાય છે.
ફોનના મળનાર ઓનબોર્ડ સેન્સરમાં એક જાયરોસ્કોપ, ઇ-કંપાસ, બેરોમીટર, જીઓમેગ્નેટિક સેન્સર, એક્સીલેરોમીટર, પ્રોક્સિમિટી સેન્સર અને સુરક્ષા માટે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો સમાવેશ થાય છે. આ ફોનનું ડાઇમેંશન 153.9x73x9mm અને 183 ગ્રામ વજન છે.
