ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હજુ ખેડૂતોના માથે માવઠાના વાદળો ઘેરાયા છે. રાજ્યના 13 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. ત્રણ ત્રણ આગાહીકારોએ 28 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 24 કલાક હજુ આકાશમાંથી આફત વરસી શકે છે. બે સિસ્ટમ સક્રિય થતાં માવઠાનો ખતરો છે. અપર એર સાકલોનીક સર્ક્યુલેશન અને એક ટ્રફ સક્રિય થતા GFX IN દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી ,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
Source link
