ગુજરાત પોલીસ: PSI ભરતીની 472 જગ્યાઓ પસંદગી પામેલા ઉમેદવારોની હંગામી યાદી જાહેર

ગુજરાત પોલીસ: PSI ભરતીની 472 જગ્યાઓ પસંદગી પામેલા ઉમેદવારોની હંગામી યાદી જાહેર

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSIની 472 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં 4.60 લાખથી વધુ ઉમેદવારોની શારીરિક કસોટી લીધી હતી અને લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025ના રોજ યોજાઈ હતી. દસ્તાવેજોની ચકાસણી બાદ 472 ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે.

PSI ભરતીની યાદી જાહેર
PSI ભરતીની યાદી જાહેર

ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતીમાં 4.60 લાખથી વધુ ઉમેદવારોએ પ્રથમ તબક્કામાં શારીરિક કસોટી આપી હતી. તેમાં સફળ થયેલા એક લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ, 2025ના રોજ લેવામાં આવી હતી.

472 દસ્તાવેજોની ચકાસણી અને કામચલાઉ યાદી

પરીક્ષા નિયમો મુજબ, કુલ 1023 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી 5 ફેબ્રુઆરી, 2026થી 10 ફેબ્રુઆરી, 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા પછી, 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી (Provisional Choice Checklist) તથા 95 ઉમેદવારોની હંગામી પ્રતીક્ષા યાદી (Provisional Ready Checklist) જાહેર કરવામાં આવી છે. આ યાદી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આગળની પ્રક્રિયા અંગે સૂચનાઓ

ભરતી બોર્ડ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પસંદ થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા અંગે વધુ માહિતી અલગથી આપવામાં આવશે. ઉમેદવારોને તેમની વિગતો અને તાજેતરની માહિતી માટે સત્તાવાર વેબસાઇટ તપાસવાનું સૂચન આપવામાં આવ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *