Final Up to date:
દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી માતાએ 6 વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવી આત્મહત્યા કરી, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી, પોલીસે તપાસ ચાલુ કરી.
દ્વારકા : દ્વારકાના લાઈટહાઉસમાં એક હૃક્ષ્યદ્રાવક ઘટના સામે આપી છે. માતાએ પોતાના 6 વર્ષના પુત્ર સાથે દ્વારકા લાઇટહાઉસના ત્રીજા માળેથી પડતું મુકતા બાળક અને માતાનું મોત નીપજ્યું હતું. આ ચકચારી બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી, માતાએ કયા કારણોસર આવું આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહિલાએ દ્વારકા લાઇટહાઉસ ત્રીજા માળેથી પોતાના 6 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાના પગલે આરાપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઘટના જાણતા જ 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માતા અને પુત્રના મૃતદેહને પીએમ માટે દ્વારકા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તપાસ શરું કરી માતા-પુત્રના આપઘાતના આ મામલે દ્વારકા પોલીસે તપાસ શરુ કરી છે. આ દુખદ ઘટનામાં વધુ વિગત મેળવવા માટે તપાસની પ્રક્રિયા જારી છે.
Dwarka,Jamnagar,Gujarat

