GPSC બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ સરકારી નોકરીની બમ્પર જાહેરાત કરી છે. ક્લાસ 3 બનવા માંગતા યુવાનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5 હજાર 370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. Group-A હેઠળ કુલ 2 હજાર 365 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે Group-B માટે 3 હજાર 5 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોને OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે.પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આધારે લેવામાં આવશે.
Source link
