Final Up to date:
દેશભરમાં 887 એટીએમ ચાલું કરીને પોસ્ટ વિભાગે પોતાના એટીએમ માળખાનું આધુનિકીકરણ કરી દીધું છે. તેનો સીધો ફાયદો એ લોકોને મળી રહ્યો છે, જે અત્યાર સુધી બેન્ક અથવા એટીએમની સુવિધાથી દૂર હતા.
નવી દિલ્હી: પોસ્ટ વિભાગે બેન્કિંગ સેવાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક મોટું અને જરૂરી પગલું ઉઠાવ્યું છે. દેશભરમાં 887 એટીએમ ચાલું કરીને પોસ્ટ વિભાગે પોતાના એટીએમ માળખાનું આધુનિકીકરણ કરી દીધું છે. તેનો સીધો ફાયદો એ લોકોને મળી રહ્યો છે, જે અત્યાર સુધી બેન્ક અથવા એટીએમની સુવિધાથી દૂર હતા. ખાસ કરીને ગામડા અને અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો માટે આ પહેલથી મોટી રાહત મળશે.
હવે તેમને નાની નાની બેન્કિંગ જરૂરિયાતો માટે મોટા શહેરોમાં જવાનું જરૂર રહેશે નહીં. પોસ્ટ ઓફિસ જ્યાં પહેલાથી લોકોના વિશ્વાસનું કેન્દ્ર રહ્યું છે, તે હવે એટીએમ સુવિધા જોડાવાથી તેમની ભૂમિકા વધારે મજબૂત થઈ ગઈ છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે બેન્કિંગ સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે અને કોઈ પણ વ્યક્તિ નાણાકીય વ્યવસ્થાથી બહાર ન રહે.
આ 887 એટીએમને દેશના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં લગાવ્યા છે. જેથી લોકોને તેમના ઘરની નજીક જ બેન્કિંગ સુવિધા મળી શકે. ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો મોટા ભાગે રોકડ ઉપાડવા માટે, ખાતાની જાણકારી લેવા માટે શહેરો પર નિર્ભર રહેતા હોય છે. હવે પોસ્ટ ઓફિસના એટીએમથી તેઓ આસાનીથી રોકડ ઉપાડી શકશે, બેલેન્સ ચેક કરી શકશે અને બેન્કિંગ લેવડદેવડ કરી શકશે. વૃદ્ધો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આ સુવિધા ખાસ મદદગાર સાબિત થઈ રહી છે. તેનાથી સમયની બચત થશે અને ખર્ચ પણ ઓછો થશે. લોકોનો વિશ્વાસ પોસ્ટ ઓફિસ પર પહેલાથી જ છે, હવે એટીએમ સુવિધાથી આ વિશ્વાસ વધ્યો છે.
પોસ્ટ વિભાગની આ પહેલ ડિજિટલ પરિવર્તન અને નાણાકીય વ્યવહારના સરકારી ટાર્ગેટને પણ મજબૂતી આપશે. સરકાર ઈચ્છે છે કે દરેક નાગરિકને બેન્કિંગ સેવાઓ સુધી એકસરખી પહોંચ મળે. પછી તે શહેરમાં રહે કે ગામડામાં. પોસ્ટ ઓફિસ નેટવર્ક પહેલાથી દેશનું સૌથી મોટા નેટવર્કમાંથી એક છે. એ નેટવર્ક દ્વારા એટીએમ સેવા આપવી એક સમજદારીભર્યો નિર્ણય છે. પોસ્ટ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે આ એટીએમ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરો. તેનાથી ન ફક્ત તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી થશે, પણ દેશમાં ડિજિટલ અને સમાવેશી બેન્કિંગને પણ પ્રોત્સાહન મળશે.
Jan 20, 2026 10:03 PM IST

