ગાજિયાબાદ: ઓનલાઈન ગેમના કારણે 3 બહેનોએ આત્મહત્યા નથી કરી? શરુઆતી તપાસમાં કોઈ પૂરાવા નથી મળ્યા

ગાજિયાબાદ: ઓનલાઈન ગેમના કારણે 3 બહેનોએ આત્મહત્યા નથી કરી? શરુઆતી તપાસમાં કોઈ પૂરાવા નથી મળ્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ કોરિયન લવ ગેમ અથવા ઓનલાઈન સુસાઈડ ચેલેન્જના ઠોસ પૂરાવા નથી મળ્યા.

News18
News18

ગાજિયાબાદ: ગાજિયાબાદની ભારત સિટી સોસાયટીમાં 9માં માળેથી કૂદીને જીવ આપનારી ત્રણ સગી બહેનોના કેસમાં ચોંકાવનારી અપડેટ સામે આવી રહી છે. આ ટ્રિપલ સુસાઈડ કેસની ચર્ચા સવારથી થઈ રહી છે. સૌ કોઈ જાણવા માગે છે કે, આખરે શું સત્ય છે કે એક ઓનલાઈન ગેમ કોઈનો જીવ લઈ શકે. હવે આ કેસમાં સૂત્રોની વાત માનીએ તો, પોલીસે મોટો ખુલાસો કર્યો છે. જે ઘટનાને ઓનલાઈન ગેમ અથવા કોઈ કથિત કોરિયન લવ ગેમ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, તેને પોલીસે આ વાતને ફગાવી દીધી છે. પોલીસનું કહેવું છે કે ત્રણેયના મોત કોઈ ઓનલાઈન ગેમના કારણે નથી થયા. આવો જાણીએ વિગતવાર…

આજતકના રિપોર્ટ અનુસાર, પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ કોરિયન લવ ગેમ અથવા ઓનલાઈન સુસાઈડ ચેલેન્જના ઠોસ પૂરાવા નથી મળ્યા. ન તો મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસમાં, ન ડાયરીના પન્નામાં કોઈ એવી ગેમ અથવા ટાસ્કનો ઉલ્લેખ છે, જે ડાયરેક્ટ આત્મહત્યા માટે ઉશ્કેરે છે. બની શકે છે કે આ મામલો કોઈ સંગઠિત ઓનલાઈન ગેમ નહીં પણ ડિજિટલ કન્ટેન્ટની લત અને તેનાથી અચાનક દૂર થવાનો હોઈ શકે છે.

પોલીસને મળી 8 પાનાની ડાયરી

આ કેસમાં એક 8 પાનાની ડાયરી મળી છે, જેને સૌથી મહત્ત્વની માનવામાં આવે છે. તેમાં ત્રણ બાળકીઓએ પોતાના મનની વાત લખી છે. સૂત્રો અનુસાર, બાળકીઓએ સ્પષ્ટ લખ્યું છે કે તે કોરિયન કલ્ચરથી પ્રભાવિત હતી અને તેનાથી અલગ રહેવું તેમના માટે અસહનીય થઈ ગયું હતું. ડાયરીમાં કોરિયન કલ્ચર, K-POP, કોરિયન મ્યૂઝિક, કોરિયન મૂવીઝ, કોરિયન શોર્ટ ફિલ્મ્સ, કોરિયન શોઝ અને કોરિયન સિરીઝનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. એક જગ્યાએ અંગ્રેજીમાં લખ્યું છે કે, WE LOVE KOREAN CULTURE. પોલીસનું કહેવું છે કે આ ખાલી પસંદ અથવા શોખ નથી. પણ ધીમે ધીમે તે એક પ્રકારની આદત બની ચૂકી હતી.

મોબાઈલ ફોન વાપરવાની ના પાડી હતી

આ મામલો બાળકોની બદલાતી માનસિક દુનિયા અને ડિજિટલ નિર્ભરતાની ખૂબ જ ચિંતાજનક તસ્વીર રજૂ કરે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે થોડા સમય પહેલા પરિવારે ત્રણેય બાળકીઓ પાસેથી ફોન વાપરવા પર રોક લગાવી હતી. આ નિર્ણયે તેમને માનસિક તણાવને વધારે ગાઢ બનાવી દીધો. બાળકીઓએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે મોબાઈલ બંધ થયા બાદ તેઓ ખુદ એકલી અને તૂટેલી અનુભવ કરવા લાગી. તેમના માટે મોબાઈલ ખાલી એક ડિવાઈસ નહોતો, પણ ભાવનાત્મક મદદનું સાધન બની ચૂક્યું હતું.

કોરોના પછી સ્કૂલે નહોતી જતી

આ સમગ્ર ઘટનાક્રમમાં કોરોના કાળ બાદ સ્કૂલથી દૂર થવાનું પણ એક મહત્ત્વનું કારણ સામે આવ્યું છે. ત્રણેય બાળકીઓ લાંબા સમયથી સ્કૂલે જતી નહોતી. ભણતરમાં નબળી હોવા અને પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. સ્કૂલ છૂટી જવાની સાથે તેમનો સામાજિક દાયરો પણ સમેટાતો ગયો. પાડોશીઓ અનુસાર, બાળકીઓ ખૂબ જ ઓછી બહાર નીકળતી હતી અને મોટા ભાગે તેઓ રુમમાં જ પુરાઈને રહેતી હતી. ધીમે ધીમે તેમની દુનિયા ઘરની ચાર દિવાલ અને મોબાઈલ સુધી મર્યાદિત રહી ગઈ.

આ ઘટના બાદ પોલીસ ફ્લેટમાં પહોંચી, તો અંદરનો માહોલ ખૂબ જ ભયાનક હતો. રુમની દીવાલ પર અંગ્રેજીમાં લખ્યું હતું. “I AM REALLY VERY ALONE. MY LIFE IS VERY VERY ALONE.” આ શબ્દ બાળકીઓની માનસિક સ્થિતિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ઘરમાં પરિવાર સાથે રહેવા છતાં તેઓ ખુદને એકલી અનુભવી રહી હતી. આ કેસમાં પારિવારિક પૃષ્ઠભૂમિની પણ તપાસ થઈ રહી છે. બાળકીઓના પિતાએ બે લગ્ન કર્યા હતા. ઘરમાં બે પત્ની અને પાંચ બાળકો સાથે રહેતા હતા. જો કે પોલીસે અત્યાર સુધી ઘરેલું હિંસા અથવા ત્રાસના સીધા પૂરાવા મળ્યા નથી. પણ પરિવારિક માહોલ, ભાવનાત્મક દબાણ અને બાળકોની માનસિક સ્થિતિ સાથે જોડીને દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *