ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રના નામે સંબોધન, ખેડૂતોને લઈને કહી મોટી વાત

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રના નામે સંબોધન, ખેડૂતોને લઈને કહી મોટી વાત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ ગણાવ્યાં. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહેનતુ ખેડૂતોની પેઢીઓએ આપણા દેશને ખાદ્યાન્ન મામલે આત્મનિર્ભર બનાવ્યો છે.

રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન
રાષ્ટ્રપતિનું રાષ્ટ્રજોગ સંબોધન

નવી દિલ્હી: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ ગણાવ્યાં. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહેનતુ ખેડૂતોની પેઢીઓએ આપણા દેશને ખાદ્યાન્ન મામલે આત્મનિર્ભર બનાવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું, આપણે ભારતના લોકો, દેશ અને વિદેશમાં સંપૂર્ણ જોશ સાથે ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. ગણતંત્ર દિવસના શુભ અવસરે આપણે અતીત, વર્તમાન અને ભવિષ્યમાં આપણા દેશની સ્થિતિ અને દિશા પર વિચારવાની તક આપે છે.

તેમણે કહ્યું, “આપણા સ્વતંત્રતા આંદોલનની શક્તિએ 15 ઓગસ્ટ, 1947ના રોજ આપણા દેશની સ્થિતિ બદલી નાખી. ભારત આઝાદ થયું. આપણે આપણા રાષ્ટ્રીય ભાગ્યના નિર્માતા બન્યા. 26 જાન્યુઆરી, 1950થી આપણે આપણા ગણતંત્રને પોતાના બંધારણીય આદર્શો તરફ આગળ વધારી રહ્યા છીએ. તે દિવસે આપણું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું.

રાષ્ટ્રવાદની ભાવના દેશની એકતા માટે મજબૂત આધાર

રાષ્ટ્રપતિએ કહ્યું, “લોકશાહીનું જન્મસ્થાન ભારત, ઔપનિવેશિક શાસનમાંથી આઝાદ થયું અને આપણું લોકશાહી ગણરાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આપણું બંધારણ વિશ્વ ઇતિહાસના સૌથી મોટા ગણરાજ્યનું મૂળભૂત દસ્તાવેજ છે. આપણા બંધારણમાં રહેલા ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના આદર્શો આપણા ગણરાજ્યને વ્યાખ્યાયિત કરે છે. બંધારણ નિર્માતાઓએ બંધારણીય જોગવાઈઓ દ્વારા રાષ્ટ્રવાદની ભાવના અને દેશની એકતા માટે એક મજબૂત આધાર પૂરો પાડ્યો.”

‘વંદે માતરમ્’ની રચનાની 150મી વર્ષગાંઠ

તેમણે કહ્યું, “રાષ્ટ્રીય એકતાના સ્વરૂપોને જીવંત રાખવાનો દરેક પ્રયાસ ખૂબ પ્રશંસનીય છે. ગયા વર્ષે 7 નવેમ્બરથી આપણા રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ની રચનાની 150મી વર્ષગાંઠ ઉજવવા માટે પણ સમારોહ ચાલી રહ્યા છે. આ ગીત, જે ભારત માતાના દિવ્ય સ્વરૂપનું સન્માન કરે છે, લોકોના હૃદયમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, “નેશનલ સિકલ સેલ એનિમિયા એલિમિનેશન મિશન” હેઠળ અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ સ્ક્રીનિંગ થઈ ચૂકી છે. લગભગ એક લાખ ચાળીસ હજાર વિદ્યાર્થીઓ એકલવ્ય મોડેલ રહેણાંકીય શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં આવા અભિયાનો આદિવાસી સમુદાયોમાં પરંપરાઓ અને આધુનિક વિકાસ વચ્ચે સંતુલન સાધવાનું કામ કરી રહ્યા છે.

દેશને અનાજના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યો

તેમણે કહ્યું, “ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અને “પીએમ-જનમન યોજના”એ PVTG સમુદાયો સહિત તમામ આદિવાસી સમુદાયોને સશક્ત બનાવ્યા છે. આપણા અન્નદાતા ખેડૂતો આપણા સમાજ અને અર્થતંત્રનો સ્તંભ છે. મહેનતુ ખેડૂતોની પેઢીઓએ આપણા દેશને અનાજના ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યો છે. આ આપણા ખેડૂતોની કઠોર મહેનતનું જ પરિણામ છે કે આપણે કૃષિ ઉત્પાદનોનું નિકાસ કરી શકીએ છીએ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *