કોંગ્રેસમાં બે ધારાસભ્યો વચ્ચે જોરદાર ડખો શરૂ થયો છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ સામસામે આવી ગયા છે. જોકે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દાવો કર્યો કે કોઈ મોટી વાત નથી. બંનેની સાથે બેસીને ગેરસમજ દૂર કરીશું. જોકે, સવાલ એ છે કે શું આ બંને નેતા સાથે બેસશે ખરા? કારણ કે જિજ્ઞેશ મેવાણીએ ડૉ.કિરીટ પટેલને ચૌદશ ગણાવ્યા હતા અને કહ્યુ કે, “ફાંકા હોય તો કાઢી નાખજો. તારા જેવા ફૂદાંનો ચણો પણ નહીં આવે.” જવાબમાં ડૉ.પટેલે પણ પ્રહાર કર્યા અને કહ્યુ કે, “કાર્યક્રમમાં ભીડ ન થઈ એટલે હતાશ લોકો આવા નિવેદનો કરી રહ્યા છે.”
Source link
