Final Up to date:
પતિ મૃતક મહિલા સાથે રહીને સંસાર માંડવા તૈયાર નહોતો, જ્યારે પરિણીતાના પિતાના મોઢામાંથી પણ એવા શબ્દો નીકળ્યા કે જે કોઈપણ વહાલી દીકરી માટે કોઈ રીતે અપેક્ષિત ન હોય.
દ્વારકા: દ્વારકામાં દરિયાઈ વિસ્તારમાં આવેલી દીવાદાંડીના ત્રીજા માળેથી એક પરિણીત મહિલાએ તેના પુત્ર સાથે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ઘટના બાદ પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. લગભગ 9 વર્ષથી પતિથી દૂર એકલી પુત્ર સાથે રહેતી મહિલાએ કેમ આખરી પગલું ભર્યું, તે અંગે પોલીસ તપાસમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિ મૃતક મહિલા સાથે રહીને સંસાર માંડવા તૈયાર નહોતો, જ્યારે પરિણીતાના પિતાના મોઢામાંથી પણ એવા શબ્દો નીકળ્યા કે જે કોઈપણ વહાલી દીકરી માટે કોઈ રીતે અપેક્ષિત ન હોય. પોલીસે પતિ અને પિતા બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માતા અને પુત્રના આપઘાત મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલા સૌયનાબેન મયુરભાઈ સોલંકી તેમના પતિ (મુયરભાઈ)થી લગભગ નવ વર્ષથી અલગ રહેતા હતા. સૌયનાબેન તેમના પતિને સાથે રહેવા માટે વારંવાર મનાવતા હતા. આ પરિસ્થિતિ વચ્ચે મૃતક મહિલા ઘણા સમયથી પરેશાન હતી.
આ દરમિયાન મૃતક મહિલા તેમના પિતાને પણ મળવા ગઈ હતી. મહિલાએ પિતાને જણાવ્યું હતું કે, તેઓ તેમના પતિને સાથે રહેવા માટે સમજાવે. આવામાં પિતા તરફથી પણ મહિલાનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો. પિતાએ પોતાની દીકરીને કહ્યુ હતુ કે, તું દવા પી જા. આ શક્ય નથી.
પતિ અને પિતા બન્નેનો સાથ ન મળતાં છેવટે મહિલાએ તેના પુત્ર સાથે દિવાદાંડીના ત્રીજા માળેથી પડતું મૂક્યું હતું. મહિલાએ પહેલા તેના આઠ વર્ષના દીકરાને ધક્કો માર્યો હતો. ઉપરથી નીચે પટકાયેલા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે બાદ મહિલાએ ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
આ સમગ્ર મામલે પોલીસે મૃતક મહિલા વિરુદ્ધ પોતાના પુત્રની હત્યા માટે ગુનો નોંધ્યો છે. જ્યારે મહિલાને આત્મહત્યા માટે દુક્ષ્પ્રેરણા માટે તેના પતિ અને પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Dwarka,Jamnagar,Gujarat

