Actual And Faux Papaya : પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણીવાર લોકો બજારમાંથી પાકેલા પપૈયા લાવે છે અને તેને ખાય છે. ઘણી વખત આ પપૈયાને કેમિકલથી પકાવવામાં આવે છે, જે જોવામાં તો સુંદર લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે.
આ પપૈયાને પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ હંમેશા બજારમાંથી પપૈયું ખરીદો અને ખાઓ છો તો સાવચેત રહેવાની જરૂર છે. અમે તમને પપૈયાને ઓળખવા માટેની ટીપ્સ વિશે જણાવીશું, જેને તમે ફોલો કરી શકો છો.
પપૈયાનો રંગ અને બનાવટને તપાસો
પપૈયું ખરીદતી વખતે તેનો રંગ અને બનાવટ જોવી મહત્વપૂર્ણ છે. કેમિકલ સાથે પકવેલા પપૈયા ચમકતા પીળા અથવા નારંગી દેખાય છે. તેના પર કોઇ હળવા ડાઘ પણ હોતા નથી. જ્યારે કુદરતી રીતે પાકેલા પપૈયા આછા પીળા અને નારંગી રંગ પણ ઘણી જગ્યાએ જોવા મળે છે.
સુગંધ અને સ્વાદ દ્વારા ઓળખો
તમે પપૈયાની સુગંધ અને સ્વાદ દ્વારા પણ ઓળખી શકો છો. કુદરતી રીતે પાકેલા પપૈયાની સુગંધ હળવી મીઠી અને તાજગીસભર હોય છે. જ્યારે કેમિકલ રીતે પાકેલા પપૈયાની એક વિચિત્ર ગંધ આવે છે. આ ઉપરાંત રાસાયણિક રીતે પકેલા પપૈયાનો સ્વાદ પણ કડવો હોય છે.
આ પણ વાંચો – વિટામિન બી 12 ની ઉણપ છે, શરીરની નબળાઇ દૂર કરવા આ 4 વસ્તુઓનું સેવન કરો
પપૈયાને દબાવીને જાણો
કેમિકલ રીતે પાકેલા પપૈયા બહારથી ખૂબ જ નરમ હોય છે. જ્યારે તેને હળવેથી દબાવવામાં આવે છે ત્યારે આંગળીનું નિશાન પડી જાય છે. જ્યારે કુદરતી રીતે પાકેલું પપૈયું દબાવવામાં આવે ત્યારે સહેજ નરમ હોય છે, પરંતુ તે વધુ પચકી જતું નથી.
