Final Up to date:
ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારમાં હવામાન પોતાનો અલગ જ રંગ દેખાડી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં સતત બરફવર્ષા-વરસાદ થઈ રહ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ફેરવાઈ ગયો છે. શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામ, મનાલી, શિમલા, કુફરી અને નારકંડા જેવા પર્યટન સ્થળો બરફથી ઢંકાઈ ગયા છે, જેનાથી પર્યટકોનો ઉત્સાહ વધી ગયો છે. નજારો પણ જોવા જેવો બન્યો છે.
