હા, ભત્રીજી કાકાની મિલકત પર હકનો દાવો કરી શકે છે, પરંતુ અમુક શરતો સાથે. જો કાકાને કોઈ સંતાન ન હોય, તો ભત્રીજી તેની મિલકતનો વારસો મેળવી શકે છે,
સંપત્તિ સ્વ-અર્જિત છે કે પૈતૃક સંપત્તિ તે જાણવું ખુબ જરુરી છે. સ્વ-અર્જિત સંપત્તિ એટલે કે, કાકાની સંપત્તિ જે પોતે કમાય છે. તે પોતાની મરજીથી કોઈને પણ આપી શકે છે. પોતાની દીકરી કે કોઈ સંસ્થાને, આમા ભત્રીજીનો તેના પર કોઈ કાનૂની અધિકાર રહેશે નહીં સિવાય કે કાકાએ તેનું નામ વસિયતમાં લખ્યું હોય.
જો પૈતૃક સંપત્તિ છે (કાકાને તેમના પિતા તરફથી મળેલી સંપત્તિ) એ જાણવું જરુરી છે કે, પરિવારમાં તેના કેટલા ઉત્તરાધિકારી છે. હિંદુ ઉત્તરાધિકાર કાનુનના અનુસાર પૈતૃક સંપત્તિમાં પુત્રીઓનો પણ અધિકાર છે.
પરંતુ ભત્રીજીને ત્યારે જ અધિકાર મળી શકે છે. જ્યારે તેના પિતા (જે કાકાના ભાઈ છે) ન હોય અથવા તેમણે તેમની મિલકતનો ત્યાગ કર્યો છે.
હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succession Act, 1956) માત્ર હિંદુ ,બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ પર લાગુ છે. મુસલમાનો અને ઈસાઈ માટે અલગ ઉત્તરાધિકાર કાનુન હોય છે.
જો કોઈ કાકાએ વસિયતનામામાં પોતાની ભત્રીજીનો સમાવેશ ન કર્યો હોય, તો સામાન્ય રીતે તેને કોઈ અધિકાર નથી.
જો વસિયત બની નથી અને કાકાની કોઈ પત્ની, સંતાન નથી. ત્યારે ઉત્તરાધિકાર કાયદા મુજબ મિલકત સંબંધીઓની આગામી શ્રેણીને આપી શકાય છે, જેમાં ભત્રીજીઓનો પણ સમાવેશ થઈ શકે છે.
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Picture Symbolic)