કમોસમી વરસાદને પગલે જગતના તાતની મુશ્કેલી વધી

કમોસમી વરસાદને પગલે જગતના તાતની મુશ્કેલી વધી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



રાજ્યમાં કમોસમી માવઠાના કારણે તૈયાર રવિ પાક પર ખતરો મંડરાયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલી મહેનત ધોવાઈ જવાનો ખતરો છે. ત્યારે અરવલ્લી પંથકમાં પણ માવઠાએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા, બટાકાના પાકનું મબલખ વાવેતર થયું હતું. જેમાં બટાકાના ખેડૂતોએ સમયસર ઉત્પાદન લઈ લીધું છે. તેવા સંજોગોમાં ઘઉં અને ચણાના પાકમાં કમોસમી વરસાદે નુકશાનની શક્યતા વધારી દીધી છે. હેક્ટર દીઠ હજારો રૂપિયાનો ખર્ચ કરી કરાયેલા તૈયાર વાવેતરમાં વરસાદી માવઠાએ પાકને ભારે પવન વચ્ચે આડો પાડી દીધો છે. જેથી ઘઉંના દાણા તૂટી જવાની શક્યતા રહે છે. જેના કારણે ઉત્પાદન ઘટવાની સાથે ખેડૂતોની આવક પણ ઘટશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *