‘ઓપરેશન સિંદૂર’નો ચહેરો બનેલી કર્નલ સોફિયા કુરેશીને મળશે વિશેષ સન્માન, જાણો કયા પુરસ્કારથી નવાજવામાં આવશે

‘ઓપરેશન સિંદૂર’નો ચહેરો બનેલી કર્નલ સોફિયા કુરેશીને મળશે વિશેષ સન્માન, જાણો કયા પુરસ્કારથી નવાજવામાં આવશે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

‘ઓપરેશન સિંદૂર’નો ચહેરો બનેલી કર્નલ સોફિયા કુરેશીને આ ગણતંત્ર દિવસ પર વિશેષ સન્માન મળવા જઈ રહ્યું છે. આ સન્માન તેની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવી રહ્યું છે.

કર્નલ સોફિયા કુરેશીને મળશે વિશેષ સન્માન
કર્નલ સોફિયા કુરેશીને મળશે વિશેષ સન્માન

વડોદરા: ‘ઓપરેશન સિંદૂર’નો ચહેરો બનેલી કર્નલ સોફિયા કુરેશીને આ ગણતંત્ર દિવસ પર વિશેષ સન્માન મળવા જઈ રહ્યું છે. 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર કરવામાં આવેલા વીરતા પુરસ્કારોની યાદીમાં કર્નલ સોફિયા કુરેશીને વિશિષ્ટ સેવા મેડલ (VSM) આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સન્માન તેની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવી રહ્યું છે.

જ્યારે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યો, તો વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના નિવેદન બાદ, કર્નલ સોફિયા કુરેશી જ એ અધિકારી હતી, જેણે દુનિયા સામે આ ઓપરેશનની જાણકારી શેર કરી. તેણે ભારતીય વાયુસેનાની વિંગ કમાન્ડર વ્યોમિસિંહ સાથે મળીને પ્રેસ બ્રીફિંગ કરી હતી. આ દરમિયાન તેણે આપેલી સચોટ જાણકારી અને ગંભીર વ્યક્તિત્વએ આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું.

કર્નલ સોફિયાએ પોતાના જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. તેનો જન્મ 1974માં વડોદરામાં એક સૈન્ય પરિવારમાં થયો હતો. તેના દાદા સેનામાં એક ધાર્મિક શિક્ષક હતા. 1997માં તેણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નઈથી કમિશન મેળવ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન તે ટેક્ટિકલ સ્ટ્રેટેજી અને સિગ્નલ ઇન્ટેલિજન્સમાં પોતાના પ્રદર્શન માટે જાણીતી હતી.

કર્નલ સોફિયા કુરેશીએ આપેલી સેવાઓ

  • પ્રથમ મહિલા કમાન્ડર (2016): કર્નલ કુરૈશી ભારતીય સેનાની એવી પ્રથમ મહિલા અધિકારી બની હતી, જેમણે કોઈ બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસમાં ભારતીય દળનું નેતૃત્વ કર્યું હતું.
  • 2016માં આયોજિત ‘એક્સરસાઈઝ ફોર્સ 18’ (જેમાં ASEAN દેશો સામેલ હતા) દરમિયાન તેમણે 40 સભ્યોના દળની કમાન સંભાળી હતી.
  • ઓપરેશન પરાક્રમ (2001): ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલા પછી ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો હતો. ત્યારે પંજાબ બોર્ડર પર ચલાવવામાં આવેલા ‘ઓપરેશન પરાક્રમ’માં કર્નલ કુરૈશીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સેવા બદલ તેમને GOC-in-Chief તરફથી કોમેન્ડેશન કાર્ડ આપવામાં આવ્યો હતો.
  • પૂર રાહત અને યુએન મિશન: પૂર્વોત્તર ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન સંચાર વ્યવસ્થા સંભાળવા બદલ પણ તેમને પ્રશંસા મળી હતી. ઉપરાંત, 2006થી તેમણે કાંગોમાં યુનાઇટેડ નેશન્સ શાંતિ મિશનમાં 6 વર્ષ સુધી સેવા આપી હતી. કર્નલ કુરૈશી કહે છે, “સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ મારા માટે ગૌરવની ક્ષણ રહ્યો છે.”
ગણતંત્ર દિવસ 2026: અન્ય પુરસ્કારો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સશસ્ત્ર દળો માટે કુલ 301 સૈન્ય મેડલને મંજૂરી આપી છે.

  • 30 પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM)
  • 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ (UYSM)
  • 56 અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM)
  • 135 વિશિષ્ટ સેવા મેડલ (VSM) – (જેમાં કર્નલ કુરૈશીનો સમાવેશ થાય છે)

કર્નલ સોફિયા કુરૈશીને મળેલું આ સન્માન માત્ર તેમની વ્યક્તિગત વીરતાનું પ્રતીક નથી, પણ ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની વધતી પ્રતિષ્ઠા અને નેતૃત્વ ક્ષમતા માટે પણ એક ઉત્તમ ઉદાહરણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *