દ્વારકા: ઓખા જેટી ખાતે ક્રેન તૂટી પડવાની ગોઝારી દુર્ઘટના ઘટી છે. જેમાં બે શ્રમિકો ક્રેન નીચે દબાયા હતા. અન્ય એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. પ્રાથમિક માહિતીમાં બે લોકોના મોત નીપજ્યાંના સમાચાર સામે આવ્યા હતા.. જ્યારે અન્ય એક શ્રમિકને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે. રેસ્ક્યુ દરમિયાન અન્ય એક શ્રમિક પણ મૃત હાલતમાં જ મળ્યો છે. જેથી આ દુર્ઘટનામાં કુલ ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના બાદ ઓખા જેટી ઉપર કોસ્ટગાર્ડ, પોલીસ, ફાયર, 108ની ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઓખા જેટી પર કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડી હતી. જે તૂટવાને કારણે તેની નીચે બે શ્રમિકો દબાઈ ગયા હતા. જ્યારે અન્ય એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. આ દુર્ઘટનામાં ક્રેન નીચે દટાયેલા બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક શ્રમિકની જે દરિયામાં પડ્યો હતો. તે પણ મૃત હાલતમાં જ મળ્યો છે.
મૃતક શ્રમિકના નામ
જીતેન કરાડી
અરવિંદ કુમાર
નિશાંત સિંહ
દ્વારકા: ઓખા જેટી પર ક્રેન તૂટી, 3નાં મોત
જેટી પર ક્રેન તૂટતા ત્રણ શ્રમિકો દબાયા હતા#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/Usg14TRgUN— News18Gujarati (@News18Guj) December 25, 2024
હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યા છે. ઓખા જેટી ઉપર પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર