ઉજ્જૈનમાં પથ્થરમારો, અનેક બસોમાં તોડફોડ કરી: એક દુકાન આગના હવાલે કરી દીધી

ઉજ્જૈનમાં પથ્થરમારો, અનેક બસોમાં તોડફોડ કરી: એક દુકાન આગના હવાલે કરી દીધી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ઉજ્જૈન જિલ્લાના તરાના ફળિયામાં ગુરુવાર સાંજે ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે બે પક્ષ વચ્ચે થયેલો મામૂલી વિવાદ જોતજોતામાં હિંસક બની ગયો.

News18
News18

Ujjain Tarana Violence: ઉજ્જૈનના તરાનામાં થયેલી ઘટના બાદ 15 બસોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જેમાં એક ડઝનથી વધારે કારમાં પણ તોડફોડ કરી છે. વળી બસ સ્ટેન્ડ પર રોજની માફક જે લોકોની અવરજવર રહેતી હતી, તે દેખાઈ નથી. એકદમ સન્નાટો છવાયેલો છે. વળી ઉજ્જૈનના તરાના બસ સ્ટેન્ડની પાછળ દુકાનમાં આગ લાગી ગઈ છે. આ આગ કોણે લગાવી તે સ્પષ્ટ નથી થયું. હાલમાં આગ ઠારવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઉજ્જૈનના તરાના તાલુકામાં થયેલા સાંપ્રદાયિક અથડામણ બાદ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. તો વળી છઠ્ઠો આરોપી એક ફરાર સગીર છે.

શું છે મામલો

ઉજ્જૈન જિલ્લાના તરાના ફળિયામાં ગુરુવાર સાંજે ત્યારે અફરાતફરી મચી ગઈ, જ્યારે બે પક્ષ વચ્ચે થયેલો મામૂલી વિવાદ જોતજોતામાં હિંસક બની ગયો. ઉપદ્રવ દરમિયાન બસ સ્ટેન્ડ પર ઊભેલી 11 બસોને ટાર્ગેટ બનાવી. ઘટનામાં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રચારક સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. સ્થિતિ સંભાળવા માટે વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી. ઘટના ગુરુવાર સાંજના લગભગ સાડા સાત વાગ્યાની હોવાનું કહેવાય છે. તરાનાના મોટા રામ મંદિરની સામે આવેલ સુખલા ગલીમાં પહેલા બોલાચાલી થઈ, જે બાદ મારપીટમાં બદલાઈ ગઈ.

જાણકારી અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદના નગર મંત્રી સોહેલ ઠાકુર મંદિર સામે ઊભા હતા. આ દરમિયાન ઈશાન મિર્ઝા અને તેના સાથીઓએ ત્યાં આવીને તેમની સાથે સવાલજવાબ કર્યા. આ વાત પર વિવાદ વધી ગયો અને અમુક યુવકોએ પાછળથી હુમલો કરી દીધો. હુમલામાં સોહેલ ઠાકુર અને તેના સાથી રજત ઠાકુરને ગંભીર ઈજા થઈ. બંનેને પહેલા તરાના હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવા પર તેમને ઉજ્જૈન રેફર કરી દેવામાં આવ્યા.

બસમાં તોડફોડ, વિસ્તારમાં તણાવ

મારપીટની ખબર ફેલાતા તણાવ વધી ગયો. સાંજના સમયે અમુક અસામાજિક તત્વોએ બસ સ્ટેન્ડ પર ઊભેલી બસ પર પથ્થરમારો અને લાઠી દંડાથી હુમલો કરી દીધો. જેનાથી 11 બસને ભારે નુકસાન થયું. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ હિન્દુવાદી સંગઠનોના કાર્યકર્તા મોટી સંખ્યામાં તરાના વિસ્તારમાં પહોંચ્યા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માગને લઈને પ્રદર્શન કર્યા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *