ઈશાન કિશને ગાભા કાઢી નાખ્યા: T20માં 42 બોલમાં સદી ફટકારી દીધી, 6 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા

ઈશાન કિશને ગાભા કાઢી નાખ્યા: T20માં 42 બોલમાં સદી ફટકારી દીધી, 6 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમમાં લાંબા સમય બાદ વાપસી કરનારા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમી મેચમાં 42 બોલમાં સદી ફટકારી દીધી.

ઈશાન કિશન
ઈશાન કિશન

Ishan kishan: ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમમાં લાંબા સમય બાદ વાપસી કરનારા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમી મેચમાં 42 બોલમાં સદી ફટકારી દીધી. જેમાં તે અત્યાર સુધીમાં ભારત તરફથી રોહિત શર્મા બાદ ખાલી બીજો એવો ખેલાડી છે, જે વન ડેમાં બેવડી સદી લગાવ્યા બાદ ટી20 ઇન્ટરનેશનલમાં સદી ફટકારવામાં સફળતા મેળવી છે. ઈશાન કિશન આ મેચમાં 43 બોલનો સામનો કર્યા બાદ 103 રનની ઇનિંગ્સ રમીને પોતાની વિકેટ ખોઈ દીધી હતી. જેમાં ઈશાને પોતાની આ શાનદાર બેટિંગ દરમિયાન કુલ 6 ચોગ્ગા અને 10 છગ્ગા લગાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આ કામ કર્યું

ઈશાન કિશને ટીમ ઇન્ડિયામાં વાપસી બાદ અત્યાર સુધીમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તે બાદ તેને પ્લેઇંગ 11માંથી બહાર કરવાનું હવે મુશ્કેલ થઈ ગયું છે. પાંચમી ટી20 મેચમાં જ્યારે ઈશાન કિશન બેટિંગ કરવા ઉતર્યો ત્યારે શરૂઆતમાં થોડી સંભાળીને રમ્યો અને વધારે ખતરો લીધો નહીં. જેમાં તેણે પોતાની ફિફ્ટી બનાવવામાં 28 બોલનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ ઈશાન કિશને ઝડપી રન બનાવવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે 12મી ઓવર ઇશ સોઢી ફેંકવા આવ્યો ત્યારે તેણે આ ઓવરમાં 29 રન લીધા હતા. ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 42 બોલમાં સદી ફટકારી અને હવે કીવી ટીમ વિરુદ્ધ ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. તો વળી ભારત તરફથી ટી20 ફોર્મેટમાં સૌથી વધારે સદીવાળી ઇનિંગ્સ રમવાના મામલામાં હવે ઈશાન કિશન સંયુક્ત રીતે ચોથા નંબર પર પહોંચી ગયો છે, જેમાં આ તેની 7મી સદી છે.

ભારતીય ટીમે ત્રીજી વાર હાઈએસ્ટ સ્કોર બનાવ્યો

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચમી ટી20 મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી ખૂબ જ આક્રમક બેટિંગ કરી. જેમાં તેમણે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 271 રનનો સ્કોર બનાવી દીધો. આ ટી20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો ત્રીજો સૌથી હાઈએસ્ટ સ્કોર છે તો વળી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કોઈ પણ ટીમનો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં ઈશાન કિશને જ્યાં 103 રનની ઇનિંગ્સ રમી તો વળી કપ્તાન સૂર્યકુમાર યાદવે 63 રનની ઇનિંગ્સ રમી હતી. ટીમ ઇન્ડિયા તરફથી આ મેચમાં કુલ 23 છગ્ગા લગાવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *