Final Up to date:
તેહરાનથી લઈને બંદર અબ્બાસ સુધી, આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. જે બાદ લાશોના ઢગલા થઈ ગયા હતા.
તેહરાન: વારંવાર ટ્રમ્પ તરફથી મળી રહેલી એટેકની ધમકીઓની વચ્ચે ઈરાન બ્લાસ્ટથી હચમચી ગયું છે. ઈરાનમાં શનિવારે એક પછી એક 4 બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તેહરાનથી લઈને બંદર અબ્બાસ સુધી, આકાશમાં ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. જે બાદ લાશોના ઢગલા થઈ ગયા હતા. જો કે અત્યાર સુધી બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું નથી. ત્યારે આવા સમયે કેટલાય પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સીરિયલ બ્લાસ્ટ બાદ લોકોના દિલમાં એ વાતનો ડર પેસી ગયો છે કે ક્યાંક ઈરાનમાં કોઈ મોટા સીક્રેટ મિશનની શરૂઆત તો નથી ને?
31 જાન્યુઆરી 2026ની આ સાંજે ઈરાન માટે એક ખરાબ સપના જેવી સાબિત થઈ હતી. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનની વચ્ચે વધતા વિવાદ પહેલા જ લોકો પેનિકની હાલતમાં હતા. ઠીક એવા જ સમયે ઈરાનમાં એક બે નહીં પણ ચાર મુખ્ય શહેરમાં જોરદાર બ્લાસ્ટ થયા હતા. શરૂઆતી રિપોર્ટ્સ અનુસાર દેશના જે ચાર શહેરોમાં બ્લાસ્ટની વાત થઈ રહી છે, તેમાં બંદર અબ્બાસ, અહવાઝ, અરદબીલ અને પરંદ સામેલ છે.
ઈરાનમાં ક્યાં ક્યાં બ્લાસ્ટ થયા
બંદર અબ્બાસ: દક્ષિણ ઈરાનના આ મહત્ત્વના બંદર શહેર તબાહીનું કેન્દ્ર બન્યું. અહીં આઝાદગાન જિલ્લામાં એક 8 માળની ઇમારત તૂટી પડી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બ્લાસ્ટ એટલો પાવરફુલ હતો કે કેટલાય કિમી સુધી બારીઓના કાચ તૂટી ગયા.
અહવાઝ: અહીં એક રહેણાંક વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. કાટમાળમાંથી લાશો કાઢવામાં આવી રહી છે.
પરંદ: રાજધાની તેહરાનની નજીક આવેલા આ શહેરમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા. લોકો તેને એરસ્ટ્રાઈક સમજીને બંકરો તરફ ભાગવા લાગ્યા હતા.
અરદબીલ: ઉત્તર પશ્ચિમી ઈરાનના આ શહેરમાં પણ રહસ્યમયી રીતે વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે, જેણે પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી છે. અત્યાર સુધી આ તમામ બ્લાસ્ટના કારણની પુષ્ટિ થઈ શકી નથી.
જેવા બ્લાસ્ટના સમાચાર ફેલાયા કે સોશિયલ મીડિયા પર દાવાઓ થવા લાગ્યા. સૌથી ચોંકાવનારો દાવો એ હતો કે બંદર અબ્બાસમાં થયેલા હુમલાનો અસલી ટાર્ગેટ IRGC નેવીના કમાન્ડર એડમિરલ અલીરેઝા તંગસિરી હતો. જો કે ઈરાની સરકારે તરત નિવેદન જાહેર કરી આ ખબરોને દુશ્મનોનો પ્રોપેગેંડા ગણાવ્યો અને દાવો કર્યો કે આ ગેસ પાઈપલાઈન ફાટવાના કારણે થયો છે, પણ સવાલ એ છે કે શું એક જ દિવસમાં એક જ સમયે ચાર અલગ અલગ શહેરોમાં ગેસ લીક થઈ શકે છે?

