ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની ફેમસ અભિનેત્રી અર્ચના પુરન સિંહ અને પરમીત સેઠીના દીકરા આર્યમન સેઠીએ અંતે તેમના દિલની વાત ખુલ્લીને કહી દીધી છે. હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ, અભિનેત્રી-મોડલ યોગિતા બિહાની વિશે વાત કરી છે.
આર્યમને પોતાના બ્લોગ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે અને તેમના આ ખુલાસાથી યોગિતા બિહાની પણ હેરાન રહી ગઈ છે.
તો ચાલો જાણીએ કોણ છે અર્ચના પુરનની ભાવિ પુત્રવધુ યોગિતા બિહાની વિશે. યોગિતા બિહાની છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે. ધ કેરલા સ્ટોરી જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં પોતાની એક્ટિંગમાં પોતાની તાકાત દેખાડી હતી. તેમણે ઋતિક રોશન અને અનિલ કપુર સાથે પણ કામ કર્યું છે.
ખુબ ઓછા લોકો માને છે કે, યોગિતા બિહાનીનું નામ પહેલા ટીવીના પોપ્યુલર અભિનેતા કરણ કુંદ્રા સાથે જોડાયું છે. કરણ કુંદ્રાના રિયાલિટી શો બિગ બોસમાં હતો તે દરમિયાન એક એવી ચર્ચાઓ સામે આવી હતી કે, કરણ અને યોગિતા એક બીજાને ડેટ કરી રહ્યા છે.
યોગિતા બિહાનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણીએ વર્ષ 2017માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. યોગિતાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી અને ત્યારબાદ તે ફરીદાબાદમાં રેડફૂડી સ્ટાર્ટઅપનો ભાગ બની. ત્યારબાદ યોગિતાએ વર્ષ 2016 સુધી અહીં કામ કર્યું અને પછી ફિલ્મી દુનિયા તરફ વળ્યા. યોગિતાએ ટીવીથી પોતાનું કામ શરૂ કર્યું.
આર્યમન સેઠીની વાત કરીએ તો, તે યોગિતા બિહાનીને ડેટ કરી રહ્યો છે. યોગિતા બિહાની 'ધ કેરળ સ્ટોરી'માં જોવા મળી છે અને એક જાણીતી અભિનેત્રી છે.