આજનું હવામાન, ગુજરાતમાં જોરદાર ઠંડીની રાહ જોવાઈ રહી છે

આજનું હવામાન, ગુજરાતમાં જોરદાર ઠંડીની રાહ જોવાઈ રહી છે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


At the moment Climate, Aaj Nu Havaman, આજનું હવામાન :  ગુજરાતમાં ડિસેમ્બર મહિનો પુરો થવાના આરે આવીને ઊભો છે. જોકે, હજી પણ જોવે એવી ઠંડી પડતી નથી. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં 10 ડિગ્રી કરતા નીચે તાપમાન જતું રહે છે. પરંતુ અત્યારે 10 ડિગ્રી ઉપર નોંધાય છે. ગુજરાતમાં આગામી દિવસોમાં જોરદાર ઠંડી પડવાની રાહ જોવાઈ રહી છે.

બીજી તરફ દેશભરમાં કડકડતી ઠંડીનો કહેર ચાલુ છે. સવાર અને સાંજ રસ્તાઓ પર ધુમ્મસ સ્પષ્ટપણે જોઈ શકાય છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાં લોકો સમાન સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. 

ઠંડી અને પ્રદૂષણના બેવડા પ્રકોપથી દિલ્હી-એનસીઆરના રહેવાસીઓ પહેલાથી જ પરેશાન છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સલાહે તેમનો તણાવ વધુ વધારી દીધો છે.

ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રી, નલિયા સૌથી ઠંડુ શહેર

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 10.3 ડિગ્રી સાથે નલિયામાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. 

અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી વડોદરામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

દિલ્હીમાં હવામાન આ પ્રકારનું રહેશે

શુક્રવારે રાજધાની દિલ્હીમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે. રાજધાનીના કેટલાક વિસ્તારોમાં સવાર અને સાંજ દરમિયાન રસ્તાઓ પર હળવું ધુમ્મસ છવાયું રહેશે. 

રાજધાનીમાં મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

આ રાજ્યોમાં ધુમ્મસનો કહેર ચાલુ રહેશે

હવામાન વિભાગે પૂર્વી ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં 28 ડિસેમ્બર સુધી અને કેટલાક વિસ્તારોમાં 29 થી 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. 

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 28 ડિસેમ્બર સુધી પંજાબમાં 27 ડિસેમ્બર સુધી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં 28 ડિસેમ્બર સુધી ધુમ્મસ રહી શકે છે.

હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે

આઇએમડીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં થોડા દિવસો માટે સવાર અને સાંજે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. 

આ પણ વાંચોઃ- સુરતમાં એક કાકા દસમા માળેથી પડી ગયા અને આઠમા માળે ગ્રીલમાં ફસાઈ ગયા, જુઓ વીડિયો

હવામાન વિભાગ કહે છે કે રસ્તાઓ પર ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટી શકે છે, તેથી વાહનો કાળજીપૂર્વક ચલાવવાની સલાહ આપવામાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *