નવી દિલ્હી: હંમેશા જોવા મળ્યું છે કે, હાર પછી એકબીજા પર આરોપ લગાવવા અને બહાના બતાવવા સામાન્ય બાબત થઈ ગઈ છે. જ્યારે ટીમ મેનેજમેન્ટના લોકો પોતાની ટીમના કેટલાક ખેલાડી પર નિશાન સાધવા લાગે, તો સમજી જાઓ કે ટીમના ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હશે. ટીમના સહાયક કોચે કહ્યું કે, ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને તક આપવા છતાં, કંઈ ખાસ કરી શક્યો નહીં. બીજી વનડે માટે ભારતની પ્લેઇંગ 11માં એક માત્ર ફેરફાર રૂપે ટીમમાં સામેલ રેડ્ડી બેટ કે બોલ બંનેમાં કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં, જેથી ટીમ ઇન્ડિયાને બુધવારે ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો. (Picture – BCCI)

