શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની. મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ ચોરી કરી હતી. આ ઘટના દુકાનમાં લગાડવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ગ્રાહકના વેશમાં આવેલ ઈસમ વેપારીને નજર ચૂકવીને આઈફોન લઈને ચાલતી પકડે છે. આ ઘટના અંગેની જાણ વેપારીને થતાં જ તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી મદદ માગી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે CCTVના આધારે આ ઈસમને દબોચી લેવા માટે કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ચોરીના બનાવ બનતા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવાની પણ વેપારીઓએ માગ કરી છે.
Source link
