અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો શું પરિણામ આવે? તમારી કલ્પનાથી પણ ભયંકર પરિસ્થિતિ સર્જાશે

અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થાય તો શું પરિણામ આવે? તમારી કલ્પનાથી પણ ભયંકર પરિસ્થિતિ સર્જાશે

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

વિશ્વમાં હાલ અમેરિકા અને ચીન વચ્ચેનો વધતો તણાવ બધા દેશો માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આવા સમયે સવાલ એ થાય છે કે જો બંન્ને દેશો વચ્ચે સીધું યુદ્ધ થાય તો તેનું પરિણામ શું આવી શકે. ત્યારે જાણો આ મુદ્દે વિગતવાર માહિતી.

Image: AI Generated
Picture: AI Generated

નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપતા કહ્યું કે જો કેનેડા ચીન સાથે કોઈપણ પ્રકારનો વેપાર કરશે તો અમેરિકા તેના પર પૂરી રીતે 100 ટકા ટેરિફ લાગુ કરી દેશે. અમેરિકાની આ તાનાશાહી લગભગ દરેક દેશો સાથે જોવા મળી રહી છે. તે કોઈ દેશને તેલનો વેપાર કરતા રોકી રહ્યું છે તો ક્યારેક કોઈ દેશ પર તે પ્રતિબંધ લગાવી રહ્યું છે. ત્યારે આ સમયે સવાલ એ થાય કે જો અમેરિકા અને ચીન વચ્ચે સીધી ટક્કર થાય તો કોણ કોના પર ભારે પડે.

અમેરિકા હંમેશા મિલિટરી તાકાત અને ટેક્નોલોજી ક્ષેત્રે વિશ્વમાં આગળ રહ્યું છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ અનુસાર અમેરિકાની આર્મી, એરફોર્સ અને નેવી વિશ્વના દરેક દેશના મુકાબલે ઘણી મજબૂત છે. વર્તમાનમાં અમેરિકાની આર્મીમાં લગભગ 14 લાખ જવાનો તૈનાત છે. જ્યારે એરફોર્સમાં 7 લાખ અને નેવીમાં લગભગ 6 લાખ જવાનો તૈનાત છે.

અમેરિકા પાસે 13,000 કરતા વધારે એરક્રાફ્ટ છે. જેમાં 1,790 ફાઇટર જેટ અને 5000 હેલિકોપ્ટર છે. આ સિવાય અમેરિકાની આર્મી અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. જેમાં ડ્રોન, મિસાઈલ સિસ્ટમ અને ટેન્ક પણ શામેલ છે. અમેરિકા પરમાણુ હથિયારોમાં પણ પહેલા નંબર છે. જેથી અમેરિકા પર ક્યારેય સંઘર્ષની સ્થિતિ આવે તો તે પૂરી રીતે સજ્જ છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે અમેરિકાની તાકાત માત્ર સંખ્યા નથી, પરંતુ ટેક્નોલોજીમાં શ્રેષ્ઠતા અને વૈશ્વિક રણનીતિઓમાં પણ શામેલ છે. અમેરિકાની નૌસેના વિશ્વના કોઈ પણ મહાસાગરમાં તૈનાત થવા પર સંચાલન કરવામાં સક્ષમ છે. જેથી અમેરિકા સાથે સીધી ટક્કર લેવી ઘણું અઘરું છે.

બીજી તરફ તાકાતના મામલે ચીન પણ પાછળ નથી. ગ્લોબલ ફાયર પાવર અનુસાર ચીનની સેના વિશ્વમાં ત્રીજા સ્થાન પર છે. ચીનની આર્મીમાં 25 લાખથી વધારે જવાન છે. એરફોર્સમાં 4 લાખ અને નેવીમાં 3.8 લાખ જવાનો તૈનાત છે.

ચીન પાસે 3 હજાર કરતા વધારે એરક્રાફ્ટ છે. જેમાં 1,212 ફાઇટર જેટ અને 281 અટેક હેલિકોપ્ટર છે. ચીનની સેના પાસે આધુનિક હથિયારો છે. સાથે જ ચીન પરમાણુ સંપન્ન દેશ છે અને હાલમાં તે પોતાની મિસાઈલ અને સમુદ્રી તાકાતોમાં સુધાર કરી રહ્યું છે.

એક્સપર્ટોના અનુસાર ચીનની શક્તિ માત્ર સંખ્યામાં સીમિત નથી, પરંતુ તેની રણનીતિ અને ક્ષેત્રીય પ્રભુત્વને લઈને પણ છે. ચીન પોતાના પાડોશી દેશો સાથે ક્ષેત્રીય વિવાદો અને સીમાઓ પર શક્તિ પ્રદર્શન કરતું રહે છે. આ તેના વૈશ્વિક દબદબો રાખવાની નીતિનો ભાગ છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની બે મહાશક્તિઓ અમેરિકા અને ચીન જો સીધા યુદ્ધમાં ઉતરશે તો બંન્ને દેશો વચ્ચેનું આ યુદ્ધની અસર વૈશ્વિક બજાર પર પડશે. તેલની કિંમતો, ખોરાકની અછત અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસર પડશે. બંન્ને દેશો પાસે પરમાણુ હથિયારો હોવાને કારણે સ્થિતિ ઘણી વિનાશકારક સર્જાઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *