અમિત ખૂંટ કેસ: રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર

અમિત ખૂંટ કેસ: રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર થયા છે. ગોંડલ સેસન્સ કોર્ટે રાજદીપસિંહની જામીન અરજી ગ્રાહ્ય રાખતા રાજદીપસિંહનો છૂટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતો. ગુનો નોંધાયા બાદ તે લગભગ છ મહિના સુધી ફરાર રહ્યો હતો. સાથે જ તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બર, 2025ના રોજ તેમણે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *