અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બાદ અજીત ડોભાલ અમિત શાહના ઘરે કેમ ગયા હતા? ગૃહમંત્રીએ સંભળાવી કહાની

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ બાદ અજીત ડોભાલ અમિત શાહના ઘરે કેમ ગયા હતા? ગૃહમંત્રીએ સંભળાવી કહાની

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિમાં તેમના યોગદાન બદલ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026થી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે 2014થી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દરેક મોટા રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણય પાછળ અજીત ડોભાલે મહત્વની ભૂમિકા ભજવી છે. અમિત શાહે કહ્યું કે એનએસએની સલાહ અને વ્યૂહાત્મક ઇનપુટ્સ ભારતના સુરક્ષા માળખા અને સંરક્ષણ તૈયારીને મજબૂત બનાવવામાં નિર્ણાયક રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષામાં અજિત ડોભાલનું યોગદાન એટલું મહત્વનું રહ્યું છે કે ઇતિહાસ તેમના માટે સુવર્ણ પાનું સુરક્ષિત રાખશે.

ગૃહમંત્રીએ અમદાવાદના સિરિયલ બ્લાસ્ટની વાત કરી

ગુજરાતના ગૃહમંત્રી તરીકેના પોતાના સમયને યાદ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે અમદાવાદ સિરિયલ બોમ્બ વિસ્ફોટ બાદ તેમણે અજીત ડોભાલ સાથે પહેલીવાર કેવી રીતે વાત કરી હતી. તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પોલીસને સલાહ આપી હતી કે હુમલાની તપાસ દરમિયાન અજીત ડોભાલની સલાહ લેવામાં આવે. અમિત શાહે કહ્યું કે મને યાદ છે કે અજીતજી મારા ઘરે આવ્યા હતા. તેમણે આપેલી ટિપ્સનું પરિણામ એ આવ્યું કે ગુજરાત પોલીસે માત્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જ નહીં પરંતુ દેશભરમાં 13 બોમ્બ બ્લાસ્ટનો કેસ એક સાથે સોલ કર્યો હતો. તે એક મોટી સિદ્ધિ હતી. 

અમિત શાહે કહ્યું કે એનએસએ અજીત ડોભાલે ભારતની વિદેશ નીતિને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે પીએમ મોદીના દરેક નિર્ણયમાં અજિત ડોભાલની બેકગ્રાઉન્ડમાં ભૂમિકા અને સલાહ રહી છે. જ્યારે પણ ઇતિહાસ લખવામાં આવે છે, જો કોઇ આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષાનું કોઈ વિશ્લેષણ કરે છે તો દેખીતી રીતે અજીત ડોભાલજી માટે એક સુવર્ણ પાનું સુરક્ષિત રાખવું પડશે, તેમાં કોઈ શંકા નથી. 

અમિત શાહે કહ્યું કે 2014માં સત્તા સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. અમિત શાહના જણાવ્યા અનુસાર આ પગલાથી ભારતની ગુપ્તચર સ્થિતિ બદલાઈ ગઈ છે.

અમિત શાહે કહ્યું કે આજે ભારતની વિદેશ નીતિ સ્ટીલની કરોડરજ્જુવાળી વિદેશ નીતિ બની ગઈ છે, તેને કોઈ નકારી શકે નહીં. આપણે આત્મ સન્માન સાથે-સાથે વિશ્વમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોમાં અજિત ડોભાલની દાયકાઓ લાંબી કારકિર્દીની પ્રશંસા કરતા અમિત શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત એક મજબૂત અને વધુ આત્મવિશ્વાસુ દેશ તરીકે ઉભરી આવ્યું છે અને અજીત ડોભાલે આ પરિવર્તનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

અમિત શાહે અજીત ડોભાલના યોગદાનને યાદ કર્યું

અમિત શાહે કહ્યું કે 2014માં એનએસએ બન્યા બાદ અજીત ડોભાલે જમીન પર ઘણા સ્ટ્રેટેજીક આઇડિયાને લાગુ કરવામાં મદદ કરી હતી અને ભારતના સશસ્ત્ર દળોને મોર્ડન બનાવવા, ટેકનોલોજીને મજબૂત કરવા, ઓપરેશનલ ક્ષમતા વધારવા અને દેશની સંરક્ષણ તૈયારીમાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોદી સરકારે છેલ્લા 12 વર્ષમાં સશસ્ત્ર દળોની રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓને સંપૂર્ણપણે બદલી નાખી છે, જેમાં અજિત ડોભાલે આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઇન્ટેલિજેન્સ ઓપરેશનન્સના કોન્ફિડેંશિયલ નેચરના કારણેઅજીત ડોભાલના મોટાભાગના યોગદાનને ક્યારેય જાહેર કરી શકાતું નથી. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *