અમદાવાદ: માણેકબાગમાં ડોક્ટરના ઘરે થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ: માણેકબાગમાં ડોક્ટરના ઘરે થયેલી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ બાદ થયા ચોંકાવનારા ખુલાસા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદ શહેરમાં આવેલા માણેકબાગ વિસ્તારમાં એક ડોક્ટરના ઘરે કરોડોની ચોરી થઈ હતી. જેમાં આરોપીઓએ રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી. આ મામલે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં કરોડોની ઘરફોડ ચોરીનો પર્દાફાશ
અમદાવાદમાં કરોડોની ઘરફોડ ચોરીનો પર્દાફાશ

અમદાવાદ: શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ માણેકબાગ સોસાયટીમાં 16મી જાન્યુઆરીના દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને તબીબના ઘરે બારી તોડીને પ્રવેશ કરી રૂપિયા 45 લાખ જેટલી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત 1 કરોડ 47 લાખ રૂપિયાની ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. જો કે કરોડો રૂપિયાની ચોરીનો બનાવ સામે આવતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સતત 12 દિવસ સુધી 200થી વધારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપીની મૂળ કડી સુધી પહોંચ્યા હતા અને આખરે ચાંદખેડાના રહેવાસી કમલેશ પરમાર તેમજ શાહપુરના રહેવાસી મેહુલ પરમાર નામના આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ એટલે કે 45 લાખ રોકડા, 1 કરોડની કિંમતના 2248 ગ્રામના દાગીના, 500 ગ્રામ ચાંદી જપ્ત કરી છે…

કમલેશ નામનો આરોપી ઘરફોડ ચોરીનો માસ્ટર માઈન્ડ છે અને અગાઉ પણ 10 જેટલા બનાવને અંજામ આપી ચૂક્યો છે. જે અગાઉ શંકર ભુવન ખાતે રહેતો હતો. ત્યારથી બંને આરોપીઓ મિત્ર છે અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. બનાવના દિવસે પણ બંને મળ્યા અને ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જોકે કમલેશે અગાઉ આ જ સોસાયટીમાં ચોરી કરી હોવાથી સોસાયટીની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો એટલે ત્યાં ચોરી કરવાના ઇરાદે તબીબના બંગલામાં બારી તોડી પ્રવેશ કર્યો હતો.

ચોરી દરમિયાન કરોડો રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયા મળતા બંને આરોપીઓ રિક્ષામાં ચાંદખેડા પહોંચ્યા હતા. જ્યાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કમલેશે તેની બહેનના ઘર પાસે રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં બંનેએ રોકડ રકમ અડધા ભાગે વહેંચી લીધી હતી. જ્યારે દાગીના કમલેશે તેના પાસે રાખ્યા હતા. આ બાબતની જાણ પરિવારજનોને ના થાય તે માટે કમલેશ તેની પત્નીને પિયર મૂકી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ચોરીની ઘટનામાં અપેક્ષા કરતા વધુ મુદ્દામાલ મળી આવતા આરોપીઓ નિકાલ કેવી રીતે કરવો તેની ફિરાકમાં હતા. પરંતુ તેઓ વહીવટ કરે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપી કમલેશે આ રૂપિયામાંથી એક બલેનો કાર પણ ખરીદવાનું વિચાર્યું હતું. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *