અમદાવાદમાં સરકારી આવાસમાં ધમધમતું PG ઝડપાયું! સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ ફરતી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદમાં સરકારી આવાસમાં ધમધમતું PG ઝડપાયું! સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ ફરતી હોવાનો ઘટસ્ફોટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં LIG 19 સ્કીમના સરકારી આવાસમાં PG ચાલતું હોવાનો ભાંડાફોડ થયો છે. મહાનગરપાલિકાની ટીમે રેડ કરી તપાસ શરૂ કરી છે. આ PG માટે સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ આપવામાં આવતી હતી.

News18
News18

અમદાવાદ: શહેરમાં સરકારી આવાસમાં PG ચાલતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમમાં આવેલ સાયન્સ સિટી વિસ્તારમાં સ્થિત LIG 19 નામની સ્કીમમાં બનેલા આવાસ યોજનામાં આ પીજી ચલાવાઈ રહ્યું હતું. જે અંગેની માહિતી મળતા જ કોર્પોરેશનની ટીમ દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સરકારી આવાસમાં ચાલતા PGને પકડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.

વિગતે વાત કરીએ તો, સરકાર આર્થિક રીતે પછાત ગરીબ લોકોને ‘પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે’ નજીવા રૂપિયામાં સરકારી આવાસ યોજનામાં મકાન ફાળવે છે. પરંતુ આ સરકારી આવાસનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો હાલ ગુજરાતમાંથી સામે આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં આવેલ આવાસ યોજનામાં પીજી ચલાવાઈ રહ્યું હોવાની ઘટનાનો હાલ ભાંડાફોડ થયો છે. LIG 19 નામની સ્કીમ પર બનેલા આ આવાસ યોજનામાં PG ચાલતું હોવાનું તંત્રને ધ્યાને આવતું હતું, જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

ચોંકાવનારી વાત તો એ છે કે, હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત આપવામાં આવતી હતી. ત્યારે સરકારી આવાસમાં આ પ્રકારની ઘટના સામે આવતા ખરેખર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *