અમદાવાદમાં ભૂવા પડવા માટે હવે ચોમાસાની પણ જરૂર રહી નથી! શહેરના વ્યસ્ત ગણાતા CTM ક્રોસ રોડ પાસે એક વિશાળ ભૂવો પડતા તંત્રની લાલિયાવાડી ઉઘાડી પડી છે. નેશનલ હાઈવે 8 પર CTM ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો. જેના કારણે વાહનચાલકોના જીવ અદ્ધર થઈ ગયા. આ સ્થળ પર વરસાદી પાણીની લાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું હતું, જોકે નબળી કામગીરીના કારણે જમીન અચાનક ધસી પડી. ભૂવો એટલો ઊંડો અને વિશાળ છે કે રસ્તાની વચ્ચે મુકવામાં આવેલી આડશો પણ હવામાં લટકતી જોવા મળી. ભરશિયાળે પડેલા ભૂવાએ મનપાની કામગીરીની પોલ ખોલી નાંખી છે.
Source link
