અમદાવાદના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ખાડિયા વિસ્તારમાં આગની ઘટના બની. ખાડિયા પોલીસ ચોકી નજીક અચાનક કોઈ કારણોસર આગ ફાટી નીકળતા કેટલાક વાહનો આગની ઝપેટમાં આવ્યા. પ્રાથમિક જાણકારી પ્રમાણે આગની ઝપેટમાં આવેલા વાહનો પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા. જે પોલીસ ચોકી નજીકના પાર્કિગમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આગ લાગ્યા અંગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડના 2 વાહનો ઘટના ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધા હતા. મહત્વનું છે કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.
Source link
