મદાવાદમાં તાજેતરમાં જ તૈયાર થયેલો મૂન ટ્રેઈલ પાર્ક" એક એવી જગ્યા કે જ્યાં શહેરીજનો સહકુટુંબ ફરવા જઈ શકે અને એ પણ દિવસ આથમ્યા પછીના સમયે. સાબરમતીના પશ્ચિમ રિવરફ્રન્ટ ઉપર અને એલિસ બ્રિજ ના છેવાડે ફ્લાવર પાર્કની સાથે મૂન ટ્રેઈલ પાર્ક બનાવવામાં આવ્યો છે.
અમદાવાદના શહેરીજનો અને મુલાકાતઓ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની સાથે મૂન ટ્રેઈલ પાર્કની મજા માણી શકશે. આ પાર્ક આશરે 4500 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ અદભુત અને નયનરમ્ય પાર્કમાં 54 થી વધુ કલરફુલ lED કલ્પચર મૂકવામાં આવ્યા છે.
આ પાર્ક મુલાકાતીઓને રાત્રે કલરફૂલ જંગલ સફારીનો અનુભવ કરાવે છે. સાંજ પડતા જ વાઘ, સિંહ, હાથી, ઘોડા, સસલા, બટરફ્લાય, ઝિબ્રા, હરણ, વગેરે પ્રાણીઓના સ્કલ્પ્ચર લાઈટોથી જળહળી ઊઠે છે.
રાત પડતા જ સૂર્યમુખી, કમળ, ગુલાબ જેવા ફૂલો લાઇટથી ખીલી ઊઠે છે. આ ઉપરાંત કલરફુલ ટનલ, લાઇટનિંગ ઝૂલા, ડાન્સ ફ્લોર, લાઈટથી ડિઝાઇન કરેલ ટેબલ ખુરશી તમને એક અલગ જ અનુભવ કરાવે છે.
મૂન ટ્રેઈલમાં મૂન એટલે કે ચંદ્ર ન હોય એવું કેમ બને. અહીં આકર્ષણના ભાગરૂપે અર્ધચંદ્રના લાઈટિંગ સ્કલ્પચર રાખવામાં આવ્યા છે. જેની ઉપર બેસીને અથવા તો બાજુમાં ઊભા રહીને મુલાકાતીઓ પોતાના સેલ્ફી લઈ શકે છે.
"લાઈટનીંગ મ્યુઝિકલ વોક વે" જે આ પાર્કનું એક વિશિષ્ટ આકર્ષણ છે. જેમાં લાઈટના રાઉન્ડ ઉપર પગ મૂકીને ચાલવાથી લાઈટની સાથે કર્ણપ્રિય મ્યુઝિકલ સાઉન્ડ સાંભળવા છે. જેની લાઇટિંગ ટનલ અને કલરફુલ વોક વે બનાવવામાં આવ્યો છે. તેની સૌથી વધુ મજા બાળકોને આવે છે.
જોકે આ મૂન ટ્રેઈલ પાર્ક માં ફરવા આવવા માટે મુલાકાતીઓએ ટિકિટ ખરીદી પડશે.
3 વર્ષથી નાના બાળકો અને વિકલાંગ વ્યક્તિઓને અહીં મફત પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 3 થી 12 વર્ષના બાળકો અને સિનિયર સિટીઝનો માટે 60 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. પુખ્ત વયના લોકો માટે 80 રૂપિયા અને એજ્યુકેશન પ્રવાસ માટે ₹20 ટિકિટ રાખવામાં આવી છે.