અમદાવાદના યુવકે પાણીનું કનેક્શન કાપી નાંખવાની ધમકીને કારણે કેનાલમાં ઝંપલાવ્યું? FB લાઈવમાં આપી માહિતી

અમદાવાદના યુવકે પાણીનું કનેક્શન કાપી નાંખવાની ધમકીને કારણે કેનાલમાં ઝંપલાવ્યું? FB લાઈવમાં આપી માહિતી

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

મોતની છલાંગ લગાવતા પહેલા ભાવેશ નામના યુવકે કેમ નર્મદા કેનાલમાં ઝપલવે છે તે અંગે તેણે આખી પોતાની આખી આપવીતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા ફેસબુક પર લાઈવ થઈને જણાવી છે.

મોડી સાંજ સુધી કેનાલમાંથી તેની કોઈ ભાળ મળી નથી.
મોડી સાંજ સુધી કેનાલમાંથી તેની કોઈ ભાળ મળી નથી.

ગાંધીનગર: રોજ બરોજ અનેક પ્રકારની અવનવી ઘટનાઓ બનતી હોય છે. પરતું પાણી જેવા નજીવા પ્રશ્ન કોઈ જીવન ટુંકાવી દે એવું ક્યારેય સામે આવ્યું નથી. પરતું તાજેતરમાં આવો જ બનાવ બન્યો છે. છાશવારે બનતા આપધાતના કિસ્સા બનતા હોય છે. પરતું તાજેતરમાં દહેગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાવ નજીવી બાબતે યુવકે મોતની છલાંગ મારી હોય એવું બન્યું છે.

વાત જાણે એવી છે કે, હાલ સોશિયલ મીડિયાના સમયમાં ભાવેશ નામના યુવકે દહેગામ પાસે આવેલી ઝાક-જલુન્દ્રા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યાનો કરી હોવાની માહિતી મળી રહી છે. જોકે, મોડી સાંજ સુધી કેનાલમાંથી તેની કોઈ ભાળ મળી નથી.

મોતની છલાંગ લગાવતા પહેલા ભાવેશ નામના યુવકે કેમ નર્મદા કેનાલમાં ઝપલવે છે તે અંગે તેણે આખી પોતાની આખી આપવીતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવા ફેસબુક પર લાઈવ થઈને જણાવી છે. તેમાં મૃતક ભાવેશ પોતાની કાર બેઠો છે. કેનાલ પાસે ગયો ત્યાં તેને આખી વાત મૂકતા કહે છે કે, પાણીનું બિલ ભરવા બાબતે અને પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને તેને સંજય બાલધા અને ગીરીશ બાલધા નામના બે ભાઈઓ તરફથી સતત મળી રહી છે.

આ બન્ને યુવાનો પાણી જેવા નજીવા પ્રશ્ન માનસિક યાત્રના આપી રહ્યા છે. જેથી આ યાતના તેમજ અવારનવારની ધમકીઓ અને માથાકૂટથી કંટાળીને જવાને કારણે હું નર્મદા કેનાલમાં તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે સોસિયલ મીડિયા મારફત જણાવીને મોતને છલાંગ લગાવી છે.

મળતી માહિતી અનુસાર મૃતક અમદાવાદના નિકોલનો રહેવાશી છે. સોશ્યલ મીડિયા મારફત માહિતી બાદ તેના જાણકારી મળતા સાથે મળતાં મૃતકયુવકની  કેનાલમાં શોધખોળ કરવામાં આવી હોવાની હાલતો પ્રાથમિક માહિતી મળી રહી છે. દહેગામ પોલીસનો કાફલો કેનાલ પર દોડી ગયો હતો.દહેગામ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તેની સાથે સ્થાનિક તરવૈયાઓને પણ યુવકની શોધમાં જોડાયા હતા. ઝાક-જલુન્દ્રાથી રાયપુર કેનાલ સુધીના અંદાજે બે કિલોમીટરથી વધુના પટ્ટામાં સર્ચ કરવામાં આવ્યું હતું.મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *